સેનામાં ફરજ નિભાવતી ગુજરાતની વીરાંગના શહીદ થઇ- સેકંડો લોકોએ ભીની આખે આપી અંતિમ વિદાય

173
Published on: 6:18 pm, Thu, 9 December 21

દેશની સેવા કરતા-કરતા સેંકડો જવાનોએ હોય પોતાના પ્રાણ ભારતમાતા માટે ન્યોછાવર કરી દીધા છે. ચોવીસે કલાક, બારેમાસ, ઠંડી-ગરમી જોયા વગર જ દેશના જવાનો દેશની સુરક્ષા કરતા હોય છે. જ્યારે પણ કોઈ જવાન શહીદ થાય ત્યારે આપણી જવાબદારી છે કે, તેમને સત સત નમન કરીએ અને તેમના પરિવારની યથાશક્તિ પ્રમાણે મદદ કરીએ. હાલ આવા જે મહિલા જવાન દેશની સેવા કરતાં કરતાં વીરગતિને પામ્યા છે. આ સમાચાર મળતા જ પરિવાર સહિત સમગ્ર દેશ ગમગીન થયો છે.

ગુજરાતના મહેસાણા નજીક બુડાસણ ગામના કાનજીભાઈ લક્ષ્મણભાઈની મોટી દીકરી સેનામાં જોડાઈ હતી. સેજલ વર્ષ 2014માં સીઆરપીએફ માં જોડાઈ હતી. સેજલ ગુજરાત, રાજસ્થાન અને મેદિનીપુર આમિર શોપ યુનિટી ખાતે પોતાની ફરજ બજાવી રહી હતી. ભારતીય સેનામાં ફરજ દરમિયાન વર્ષ 2021ના રોજ શહીદ થયા હતા. 8 માર્ચ 2021ના રોજ આ મહિલા જવાન દેશને કાયમ માટે સમર્પિત થતાં પરિવાર સહિત સમગ્ર પંથક ગમગીન થયું હતું.

સેજલ ના પાર્થિવ દેહને તેમના વતનમાં લાવતા જ સેંકડો લોકો તેમનું સ્વાગત કરવા ભેગા થયા હતા અને દીકરી પરફુલ વરસાવી સેજલ ને અંતિમ વિદાય આપી હતી. ખરેખર દેશ માટે પોતાના જીવની આહુતિ આપનાર આ દીકરી ને સત સત નમન છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…