હવે તો તંત્રના ડરે ગાય માતા એ પહેલા માળેથી પડતું મુક્યું, ચારેય પગ અને માથામાં ગંભીર ઈજા – જુઓ વિડીયો

150
Published on: 2:18 pm, Fri, 23 September 22

હાલ ગુજરાતમાં ‘રખડતાં ઢોર નિયંત્રણ કાયદો’ મુજબ ઢોર પકડ પાર્ટી દ્રારા ઘણાં બધા ઢોરને પાડવામાં આવ્યાં છે. જેનાથી ભરવાડો ખુબ જ પરેશાન થઈ રહ્યાં છે. આ માટે ભરવાડ સમજે આંદોલન પણ કર્યું હતું. આ વચ્ચે અમદાવાદમાંથી એક ઘટના સામે આવી છે. જેને જાણીને ગૌ-પ્રેમીઓને ખુબ જ દુઃખ પહોચશે.

‘રખડતાં ઢોર નિયંત્રણ કાયદા’ મુજબ ઢોર પકડ પાર્ટી તરફથી શહેરના રસ્તાઓ પર રખડતા ઢોરને પકડીને પાંજરે પુરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન અમદાવાદ શહેરમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં ઢોર પાર્ટીથી ડરીને એક ગાય મકાનના પહેલા માળ સુધી પહોંચી ગઈ હતી. એટલું જ નહીં, ડરી ગયેલી ગાયે ત્યાંથી કૂદકો મારી દીધો હતો.

ગાયે પહેલાં માળેથી કુદકો માર્યો
મળતી માહિતી અનુસાર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઢોર પકડ પાર્ટીની ટીમ ગુરુવારે ગોમતીપુર વિસ્તારમાં ઢોર પકડવા માટે ગઈ હતી. આ દરમિયાન ઢોર પકડ પાર્ટીની સાત જેટલી ટીમ ગોમતીપુર પોલીસ સ્ટેશન સામે ઢોર પકડવા માટે પહોંચી હતી. આ દરમિયાન એક ગાય મકાનના પહેલા માળ સુધી પહોંચી ગઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

હકીકતમાં ગાય ઢોર પકડ પાર્ટીથી ડરીને મકાનના પહેલા માળ સુધી પહોંચી ગઈ હતી. ઢોર પકડ પાર્ટીના સભ્યને જોઈને ડરે ગયેલી ગાયે પહેલા માળેથી કુદકો માર્યો હતો. હકીકતમાં ગાયને પરત ફરવા માટે કોઈ જગ્યા મળી ન હતી. પહેલા માળેથી નીચે કૂદતા ગાયને પગ અને માથાના ભાગે ઈજા પહોંચી હતી.

ત્યારબાદ ગાયને સારવાર માટે ઢોરવાડામાં ખસેડવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે મંગળવારે આ વિસ્તારમાં કાર્યવાહી દરમિયાન ઢોર પકડ પાર્ટીની ટીમ પર હુમલો થયો હતો. આ દરમિયાન એક કર્મીને ઈજા પહોંચી હતી. જેના બીજા દિવસે એટલે કે ગુરુવારે પણ આ વિસ્તારમાં ઢોર પકડવાની કાર્યવાહી ચલાવવામાં આવી હતી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…