જુઓ કેવી રીતે જોતજોતામાં બે માળનું આખું મકાન નદીમાં સમાઈ ગયું- જુઓ કાળજું કંપાવતો વિડીયો

182
Published on: 11:47 am, Mon, 18 October 21

ભારે વરસાદને કારણે કેરળમાં તબાહી મચી રહી છે. ભારે વરસાદને કારણે રાજ્યના કોટ્ટાયમ જિલ્લામાં એક મકાન નદીમાં ધોવાઇ ગયું હતું. ભારે વરસાદને કારણે રાજ્યના ઘણા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી છે અને ઘણી જગ્યાએ ભૂસ્ખલન પણ થયું છે, જેના કારણે 21 લોકોના કરુણ મોત નીપજ્યા હતા. વીડિયોમાં જોઈ શકાય છે કે, પસાર થતા લોકોના જોતજોતામાં તો ઘર આખું ધોવાઇ ગયું હતું. આઘાતજનક વીડિયોમાં તમે જોઈ શકો છો કે, નદીના કિનારે રહેલું એક બે માળનું મકાન પહેલા ધીમે ધીમે એક બાજુ નામી ગયું હતું. આ પછી અચાનક આખું ઘર નદીમાં ધોવાય ગયું હતું.

અકસ્માત સમયે ઘર ખાલી હોવાનું જાણવા મળ્યું હતું. કેરળમાં આખી રાત સતત વરસાદ ખાબક્યો હતો, પરંતુ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સવાર સુધીમાં તીવ્રતામાં ઘટાડો થયો હતો. બે જિલ્લા કોટ્ટાયમ અને ઇડુક્કીમાં ભૂસ્ખલનની જાણ કરવામાં આવી છે. તે જ સમયે, કોટ્ટાયમમાં 12 લોકો ગુમ થયા હોવાનું સામે આવ્યું છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ ઉપરાંત સેના, નૌકાદળ અને વાયુસેના પણ બચાવ કામગીરીમાં જોડાઈ હતી.

તે જ સમયે, રવિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેરળમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે પરિસ્થિતિ અંગે રાજ્યના મુખ્યમંત્રી પિનારાયી વિજયન સાથે વાતચીત કરી હતી. વડા પ્રધાન મોદીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, કેરળના મુખ્યમંત્રી પિનારાયી વિજયન સાથે વાત કરી અને કેરળમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનની પરિસ્થિતિ પર ચર્ચા કરવામાં આવી હતી. અધિકારીઓ ઘાયલ અને અસરગ્રસ્તોની મદદ માટે કામગીરી શરુ કરવામાં આવી છે.

સાથે જ પીએમ મોદીએ કહ્યું હતું કે, હું દરેકની સલામતી અને સુખાકારી માટે પ્રાર્થના કરું છું. તેમણે અન્ય એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, દુ:ખની વાત છે કે, કેરળમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે કેટલાક નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મારા સંવેદના શોકગ્રસ્ત પરિવારજનો સાથે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…