જુઓ વાવાઝોડાને લીધે કેવી રીતે ઉડ્યા જેતપુરમાં ફેકટરીઓના પતરા

165
Published on: 12:01 pm, Thu, 30 September 21

હવામાન વિભાગે ગુજરાત પર 48 કલાક અતિભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે ગત રાતથી જ રાજકોટ જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. આજે જેતપુરમાં વાતાવરણમાં બદલાવ થતા વાવાઝોડાની અસર જોવા મળી હતી. ચક્રવાત ઊંચા આકાશેથી જમીન સાથે સરકતું જોવા મળી રહ્યું હતું.

ચક્રવાતના ભારે પવનના લીધે જેતપુરમાં 30થી 40 સાડીનાં કારખાનાંનાં પતરા હવામાં ઉડવા લાગ્યા હતા. આ લાઇવ દૃશ્યો સ્થાનિક લોકોએ પોતાના મોબાઇલમાં કેદ થયા હતા. આ પતારાં વાગવાથી ત્રણ કારીગર ઈજાગ્રસ્ત થયા હતા. ગુલાબ વાવાઝોડાની અસરને કારણે સૌરાષ્ટ્રભરમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી રહ્યો છે.

ગુલાબ વાવાઝોડાએ જેતપુરના રબારીકા રોડ પર એક ભયાનક ચક્રવાત જોવા મળ્યો હતો. આજે એક ઝોરદાર વંટોળીયો આવતા 30 થી 40 જેટલા કારખાનાઓની છતના પતારા હવામાં કાગળ જેમ ઉડવા લાગ્યા હતા. આ દરમિયાન પતારા વાગવાથી ત્રણ કારીગરો ઈજાગ્રસ્ત થયા હતા.

સૌરાષ્ટ્રભરમાં ગુલાબ વાવાઝોડાની અસરને કારણે ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદથી શહેરના નદી કાંઠાના વિસ્તાર ફ્કીર વાડો, ગોંદરો અને ગોંડલ દરવાજા વિસ્તારમાં આવેલા ઘરોની અંદર પાણી ઘુસી ગયા હતાં.

જ્યારે ગુલાબ વાવાઝોડામાં વરસાદ સાથે પવન ફૂંકાવાની આગાહી પણ કરવામાં આવી હતી. તેમાં આજે શહેરના રબારીકા રોડ પર ચક્રવાત એટલે કે, વંટોળીયો જોવા મળ્યો હતો. જેના લીધે આ વિસ્તારમાં આવેલ પાદરીયા, આતા અને સોમનાથ ઉદ્યોગ નગરમાં 30 થી 40 જેટલા કારખાનાઓની છતના પતારા હવામાં કાગળની જેમ ઉડવા લાગ્યા હતા.

જયારે પતારા ઉડીને નીચે પડયા ત્યારે આનો ભોગ ત્રણ કારીગરો બન્યા હતા. આ દરમિયાન તેમને માથાના ભાગે ગંભીર ઈજા પણ પહોંચી હતી. કારખાનાઓના પતરા ઉડી જતાં કારખાનાઓ ખુલ્લા થઈ ગયા હતા. ત્યારે જ વરસાદ પણ વરસી રહ્યો હતો તેથી કારખાનાઓનો ઘણો મુદ્દામાલ પલળી ગયો હતો.

જ્યારે પાદરીયા ઉદ્યોગ નગરમાં આવેલ શગુન ડાઈંગ નામના કારખાનાની છત પર વીજળી પડતા છત પણ ધરાશયી થઈ હોવાનું જાણવા મળ્યું હતું.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…