માતા પિતાની એક ભૂલના કારણે ત્રણ વર્ષના બાળકની આંખમાં ઘુસી ગઈ કાતર, જાણો ક્યાં બની આ ઘટના

374
Published on: 3:32 pm, Wed, 5 January 22

તાજેતરમાં જ રાજ્યમાંથી માતા-પિતા માટે ચેતવણીરૂપ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં રમતમાં ને રમતમાં 3 વર્ષના બાળકની આંખમાં કાતર ઘુસી ગઈ હતી. બાળકે દર્દથી બૂમો પાડી ત્યારે પરિવારજનોના હોશ ઉડી ગયા હતા. બાળકને ગંભીર હાલતમાં અજમેરની જેએલએન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું હતું. 10 મિનિટના ઓપરેશન બાદ કાતરને બહાર કાઢવામાં આવી હતી. જાણવા મળ્યું છે કે, આ ઘટના રાજસ્થાનના નાગૌર શહેરની છે. બાળક હવે સલામત છે અને તેની આંખોની રોશની પણ સારી છે.

મળતી માહિતી મુજબ, આ ઘટના સોમવારે મોડી રાત્રે બની હતી. ગજેન્દ્ર ઘરમાં રમી રહ્યો હતો. આ દરમિયાન, કાતરનો આગળનો ભાગ તેની આંખની નીચે લગભગ 6 સેન્ટિમીટર સુધી ઘૂસી ગયો હતો. આંખમાં કાતર જતાં જ બાળક જોર જોરથી રડવા લાગ્યો.

બાદમાં પરિવારજનો તેને ગંભીર હાલતમાં હોસ્પિટલ લઈ ગયા હતા. હોસ્પીટલમાં વિશેષજ્ઞ ડૉ.દેવેન્દ્ર શર્મા દ્વારા સારવાર શરૂ કરવામાં આવી. બાળકની સર્જરી તાત્કાલિક શરૂ કરવામાં આવી હતી અને ઓપરેશન બાદ 10 મિનિટમાં આંખમાંથી કાતર બહાર કાઢવામાં આવી હતી.

આ અંગે ડૉ. દેવેન્દ્ર શર્માએ જણાવ્યું કે, સર્જરી બાદ બાળક સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયો છે. પરિવારના સભ્યોને કાળજી રાખવાની સલાહ આપવામાં આવી છે. તેણે કહ્યું કે, પરિવારના સભ્યો ખૂબ ડરી ગયા હતા. આંખના નીચેના ભાગમાં 6 CM સુધી કાતર ઘુસી ગઈ હતી. એસ્કિલરાને ભારે નુકસાન થયું હતું. પરંતુ, સદનસીબે આંખને કોઈ નુકસાન થયું ન હતું. પહેલા લોહી બંધ કરવામાં આવ્યું અને પછી કાતર ઓપરેશન કરીને બહાર કાઢવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…