શું તમને પણ ઝામરના કારણે આંખમાં ઓછું દેખાવા લાગ્યું છે? તો આ લેખ ખાસ વાંચજો

256
Published on: 12:49 pm, Sat, 25 September 21

મોટી ઉંમરે ઝામરનાં લીધે આંખમાં ઝાંખું દેખાવા લાગે છે. કે કેટલાક કેસમાં મોટી ઉંમરે દેખાતું સાવ બંધ થઈ જાય છે, પણ હાલ વૈજ્ઞાનિકોએ તેનો ઈલાજ શોધી લીધો છે. ઉંદરોમાં થયેલું પરીક્ષણ સફળ થયું હતું.  હાર્વર્ડ મેડિસીન ખાતાનાં સંશોધકોનો અહેવાલ નેચલ જર્નલમાં પ્રસિદ્ધ થયો હતો.

હાર્વર્ડ મેડિસીન ખાતાનાં પ્રોફેસર ડેવિડ સિંકલેરનાં માર્ગદર્શનમાં સંશોધકોને બહુ જ મહત્વપૂર્ણ સફળતા મળી છે. નેચલ જર્નલમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલ અનુસાર સંશોધકો દ્વારા 3 ઉંદરોમાં પરીક્ષણો કરવામાં આવ્યા હતા. મોટી ઉંમરે ગ્લુકોમા એટલે કે, ઝામરનાં લીધે દેખાતું બંધ થાય છે. કા તો ઝાંખપ પણ આવે છે.

એ પરિસ્થિતિ નિવારી શકાય તે માટે ઉંદરોમાં જે ટેકનિક વડે પરીક્ષણ થયું તે સફળ રહ્યું હતું. 3 ઉંદરો પર થયેલ પરીક્ષણને નોંધનીય સફળતા મળી હતી. જીન્સ થેરાપી નામની આ ટેકનિકથી ઈલાજ શક્ય થયો હતો. ઉંદરો પર એનું પરીક્ષણ થયું હોવાનાં લીધે અમુક વર્ષોમાં આ ઈલાજ માણસ માટે પણ થઈ શકશે તેવી આશા અહેવાલમાં વ્યક્ત કરી હતી.

આ પદ્ધતિ અનુસાર વિજ્ઞાાનિકોએ પ્રથમ વાર નર્વ સિસ્ટમની અઘરી રચનામાં ટિશ્યુને રીપ્રોગ્રામ કરવામાં આવ્યા હતા. જેના લીધે આંખની જે રોશની છે તે યુવાવસ્થા જેટલી તીવ્ર થઈ શકશે તેવો પણ દાવો સંશોધકો દ્વારા કરવામાં આવ્યો હતો.

આ વિશે હાર્વર્ડ મેડિસીનનાં પ્રોફેસર ડેવિડ સિંક્લેરે જણાવ્યું હતુંઃ અમારા સંશોધનમાં પ્રથમ વાર એ સાબિત થયું હતું કે, રેટિના જેવાં કોમ્પલેક્ષ ટિશ્યૂની ઉંમરને રીવર્સ ગીઅરમાં ફેરવી શકાય છે. તેમના દ્વારા તો ત્યાં સુધી આશા વ્યક્ત કરવામાં આવી હતી કે, ભવિષ્યમાં આ ટેકનિકથી અનેક રોગો સારી કરી શકાશે. ઉંમરને લગતા ઘણા અજાણ્યા પાછા આ ટેકનિકથી ઉકેલી શકાશે તેવું અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…