SBI ના ખાતાધારકો માટે સૌથી મોટા ખુશીના સમાચાર- આ રીતે લો યોજનાનો લાભ

162
Published on: 3:49 pm, Mon, 13 September 21

ખાસ સુવિધા SBI એ તેના વરિષ્ઠ ગ્રાહકો માટે જાહેર કરી છે. ખાસ કરીને પેન્શનરો માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) એ અપગ્રેડ વેબસાઇટ https://www.pensionseva.sbi/ ની સેવા શરુ કરવામાં આવી છે. આ હેઠળ બેંક પેન્શન સંબંધિત કામને વધુ સરળ બનાવે છે.

ગ્રાહકોને આ વેબસાઇટમાં પેન્શન સંબંધિત તમામ પ્રકારની સેવાઓ મળી શકે છે. આ વેબસાઈટ પર તમારે તમારી નોંધણી કરવી પડશે. ત્યારબાદ તમારે તેમાં લોગ ઇન કરવાનું રહેશે અને તે પછી તમે વેબસાઇટનો ઉપયોગ કરવા માટે તમને સંમતી મળશે. ચાલો આ વેબસાઇટ વિશે વધુ માહિતી જાણીએ.

આ મહત્વની સુવિધાઓ વેબસાઇટમાં ઉપલબ્ધ હશે.
1. તમે વેબસાઈટ પર એરિયર્સ ગણતરી શીટ ડાઉનલોડ કરી શકો છો.
2. આ સિવાય તમે તેમાં પેન્શન સ્લિપ અથવા ફોર્મ -16 ડાઉનલોડ કરી શકો છો.
3. આમાં તમે તમારા પેન્શન નફાની વિગતોની માહિતી પણ જોઈ શકો છો.

4. જો તમે ક્યાંક કોઈ રોકાણ કર્યું છે, તો તમે તે પણ જોઈ શકો છો.
5. આ સાથે જ તમે લાઇફ સર્ટિફિકેટની સ્થિતિ જોઈ શકો છો.
6. તમે બેંકમાં થયેલા ટ્રાન્ઝેક્શનની વિગતો જોઈ શકો છો.

તમને આ વેબસાઈટમાં ઘણા વિસ્તૃત લાભો મળશે.
1. આ વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કર્યા બાદ તમને ઘણા લાભો મળશે.
2. તમને પેન્શન ચુકવણીની વિગતોના મોબાઇલ ફોન પર મેસેજ દ્વારા માહિતી મળશે.

3. શાખામાં જીવન પ્રમાણપત્રની સુવિધા ઉપલબ્ધ રહેશે.
4. ઈ-મેલ દ્વારા પેન્શન સ્લિપ પ્રાપ્ત થશે.
5. તમે કોઈપણ SBI શાખામાં તમારું જીવન પ્રમાણપત્ર જમા કરી શકશો.

આ વેબસાઈટ પર જો તમને કોઈ સમસ્યા આવે તો તમે બેંકનો સંપર્ક કરો. જો તમને લોગ ઇન કરવામાં કોઈ મુશ્કેલી પડે છે, તો તમે ‘એરર સ્ક્રીન શોટ’ સાથે support.pensionseva@sbi.co.in પર ઇમેઇલ કરી. આ સાથે, તમે SMS માં UNHAPPY ટાઈપ કરી 8008202020 નંબર પર SMS મોકલી શકો છો. આ ઉપરાંત, તમે કસ્ટમર કેર નંબર- 18004253800/1800112211 અથવા 08026599990 પર પણ સંપર્ક કરી શકો છો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…