આ યોજના હેઠળ દીકરીને મળશે 15 લાખ રૂપિયા- જાણો અને જલ્દી અહિયાં કરો રજીસ્ટ્રેશન

Published on: 4:30 pm, Wed, 28 July 21

ભારત દેશમાં અનેક અવનવી યોજના હશે જેના વિશે તમે નહીં જાણતા હોવ.પણ આજે અમે તમને એક એવી યોજના વિશે જણાવી રહ્યા છીએ.જે આપણા માટે ઓછા પૈસા રોકીને મોટી રકમ જોડી શકશે. આ સરકારી યોજના નું નામ સુકન્ય સમૃદ્ધિ યોજના છે. આ યોજનાથી તમે તમારી દીકરી નું ભવિષ્ય સિક્યોર કરી શકો છો. અને તેની સાથે રોકાણ ના સારામાં સારા વિકલ્પ માં અહીં પૈસા લગાવીને તમે ઈનકમ ટેક્સ થી પણ બચી શકશો.

શું છે સુકન્યા સમૃદ્ધિ યોજના ?
આ યોજના દીકરીઓ માટે એક બચત યોજના છે. આ યોજના બેટી બચાવો બેટી પઢાવો ની હેઠળ શરૂ કરવામાં આવી છે. નાની નાની બચત યોજનામાં આ યોજના સર્વશ્રેષ્ઠ યોજના છે.

દીકરીની મેચ્યોરિટી પર તમને 15 લાખથી પણ વધારે રકમ મળશે.
ધારો કે તમે આ યોજનામાં દર મહિને 3000 રૂપિયાનું રોકાણ કરો એટલે કે વાર્ષિક રૂ. 36000, તો તમને 14 કે 18 વર્ષ પછી વાર્ષિક 7.6 ટકાના દરે રૂપિયા 9,11,584 મળશે. 21 વર્ષ એટલે કે મેચ્યોરિટી પર, આ રકમ આશરે 15,22,121 રૂપિયા થશે. જણાવી દઈએ કે હાલમાં એસએસવાયમાં 7.6 ટકાના દરે વ્યાજ આપવામાં આવતું હતું જે આવકવેરાની મુક્તિ સાથે છે.

આ યોજનામાં ખાતું કઈ રીતે ખોલાવવું
સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ, કોઈપણ પોસ્ટ ઓફિસ અથવા વ્યવસાયિક શાખાની કોઈપણ અધિકૃત શાખામાં ખાતું ખોલી શકો છો. આ યોજના અંતર્ગત, ઓછામાં ઓછી 250 રૂપિયાની બચત સાથે 10 વર્ષની વય પહેલાં બાળકીના જન્મ પછી ખાતું ખોલાવી શકો છો. ચાલુ નાણાકીય વર્ષમાં સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા જમા કરાવી શકાય છે.

ખાતું કઈ રીતે ચલાવી શકાય.
આ યોજના હેઠળ યુવતીનું ખાતું ખોલાવ્યા પછી તેના 21 વર્ષ થાય ત્યાં સુધી અથવા તો 18 વર્ષ પછી તમે ખાતાનો વપરાશ બંધ કરી શકો છો.

તારીખ પ્રમાણે રકમ ન ભરતા દંડ લાગશે.
જો દર વર્ષે 250 રૂપિયાથી ઓછી રકમ જમા કરાવશો અથવા તો ચૂકી જશો તો તમને દંડ થવા પાત્ર છે. અને તમારે વર્ષે 50 રૂપિયાનો દંડ પણ ભરવો પડશે. અને ત્યારબાદ 15 વર્ષ પછી તમે ખાતું ફરીથી ખોલાવી શકો છો.