સેંકડો લોકોની જીવાદોરી સમાન સૌરાષ્ટ્રનો સૌથી મોટો ભાદર ડેમ ઓવરફલો થવાને ફક્ત દોઢ ફૂટ દુર

164
Published on: 10:39 am, Mon, 20 September 21

સમગ્ર સૌરાષ્ટ્રના સૌથી મોટા ડેમ તરીકે શેત્રુંજી ડેમ સૌપ્રથમ નંબર પર આવે છે જયારે બીજા નંબરના સૌથી મોટા તરીકે ભાદર ડેમનું નામ આવે છે. આનંદની વાત એ છે કે, ભાદર ડેમમાં પાણીની આવક સતત શરુ રહેતા 85% ભરાઈ ચુક્યો છે. ડેમ છલકાવવા આડે હવે ફક્ત દોઢ ફૂટનું છેટું છે ત્યારે નીચાણવાળા વિસ્તારને એલર્ટ રહેવા માટે તંત્ર તરફથી સુચના અપાઈ ચુકી છે.

છેલ્લા 24 કલાકમાં મોરબીના મચ્છુ સહિત 6 જેટલા ડેમની જળ સપાટીમાં સતત વધારો થતો જોવા મળ્યો છે ત્યારે ભાદર ડેમનો આકાશી નજારો ડ્રોન કેમેરામાં કેદ થતા અદભૂત નજારો જોવા મળ્યો છે. આ વિડીયો સોસીયલ મીડિયા પર ખુબ વાયરલ થયો છે.

ભાદર-1 ડેમની સપાટી 32 ફૂટને પાર:
શ્રાવણ મહિનો પૂરો થયા પછી ભાદરવા મહિનામાં ભરપૂર વરસાદે સમગ્ર સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદને કારણે એક જ ઝાટકે 45 જેટલા ડેમમાં જળ સપાટી ઉપર આવતા જળ સંકટની ચિંતા દુર થઈ ગઈ છે ત્યારે ભાદર ડેમમાં સતત ધીરે- ધીરે પાણીની આવક શરુ રહેતા છેલ્લા ફક્ત 24 કલાકમાં અડધા ફૂટથી વધારે આવક થઇ છે તેમજ હાલ ડેમની સપાટી 32 ફૂટને પાર કરી ચુકી છે.

ભાદર ડેમ હેઠળના 22 ગામોને કરાયા એલર્ટ:
ગોંડલ પાસેના ભાદર-1 ડેમની સપાટી 32.20 ફૂટે પહોંચી જતા ઓવરફ્લો થવામાં ફક્ત દોઢ ફૂટ જ બાકી રહ્યું છે ત્યારે ભાદર ડેમનો અવકાશી નજારો જોતા રમણીય દ્રશ્યો સામે આવ્યા છે. હાલમાં ડેમમાં કુલ 1,076 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે ત્યારે ભાદર ડેમ હેઠળ આવતા ગોંડલ તાલુકાના લીલાખા, મસીતાળા, ભંડારીયા, નવાગામ, ખંભાલીડા, જેતપુરના મોણપર, ખીરસરા. જેતપુરના દેરડી, નવાગઢ ગામને એલર્ટ કરવામાં આવ્યા છે.

આની સાથે-સાથે જ રબારીકા, સરધારપુર, પાંચપીપળા, કેરાળી, લુણાગરા, લુણાગરી, વસાવડા. જામકંડોરણાના તરાવડા, ઈશ્વરીયા. ધોરાજીના વેગડી, ભૂખી, ઉમરકોટ સહિતના 22 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. આમ. લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

સૌરાષ્ટ્રના 81 ડેમમાંથી 37 ડેમ છલકાયા:
છેલ્લા ફક્ત 24 કલાકમાં 13 ડેમમાં પાણીની આવક શરુ રહેતા ડેમની સપાટીમાં સતત વધારો જોવા મળ્યો છે ત્યારે સૌરાષ્ટ્રના 81 ડેમમાંથી કુલ 37 ડેમ છલકાઈ ચુક્યા છે. જ્યારે 10 ડેમ 85થી 90% ભરાઈ જતા નીચાણવાળા 200થી વધારે ગામડાઓને એલર્ટ રહેવા માટેની તંત્ર તરફથી સૂચના આપી દેવામાં આવી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…