રાજ્યના સમગ્ર રાજકોટ શહેરની જળની જરૂરિયાત સંતોષતા આજી, ન્યારી તથા લાલપરી ચેકડેમ ઓવરફલો થયા પછી હાલમાં ‘ભાદરવે ભાદર ભડ ભાદર’ બને તેવા સુખદ સંજોગો દેખાઈ રહ્યા છે ત્યારે ભાદર ડેમ ઓવરફલો થયો હોવાથી ખેડૂતોમાં આનંદ જોવા મળ્યો છે. સૌરાષ્ટ્રના બીજા નંબરના સૌથી મોટા ભાદર ડેમમાં પાણીની આવક સતત ચાલુ રહેતા આજે ડેમ છલોછલ થઈ ગયો છે.
ડેમ ઓવરફલો થતાની સાથે જ એકસાથે 17 દરવાજા 3 ફૂટ સુધી ખોલી દેવામાં આવ્યા છે. આની સાથોસાથ જ 22 ગામોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે તેમજ નીચાણવાળા વિસ્તારને એલર્ટ રહેવા તંત્ર તરફથી સુચના આપી દેવામાં આવી છે.
ડેમમાં હાલ 21,983 ક્યુસેકના પાણીના પ્રવાહની આવક:
રાજકોટ જિલ્લામાં આવેલ ગોંડલ તાલુકામાં આવેલ લીલાખા ગામનો ભાદર ડેમ 100% ભરાઈ જતા ડેમના 2 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. જળાશયમાં હાલની સપાટી 107.89 મીટર સુધી પહોંચી છે. આની સાથે જ ડેમમાં હાલ 21,983 ક્યુસેકના પ્રવાહની આવક રહેલી છે કે, જે છોડવામાં આવશે.
જેથી ભાદર-1 ડેમ ના હેઠવાસનાં ગોંડલ તાલુકામાં આવેલ લીલાખા, મસીતાળા, ભંડારિયા, ખંભાલીડા તથા નવાગામ જેતપુર તાલુકામાં આવેલ મોણપરથી રસરાજ, દેરડી, જેતપુર, નવાગઢ, રબારીકા, સરદાર, પાંચપીપળા, કેરાડી તથા લુણાગરા જેતપુર તાલુકાના લુણાગરી તથા ધોરાજી તાલુકાના ઉમરકોટનાં ગામલોકોને નદીના પટમાં અવરજવર ન કરવા માટેની સૂચના અપાઈ છે.
ભાદર ડેમ પીવાના પાણી ઉપરાંત સિંચાઇ માટે પણ આશીર્વાદરૂપ:
ભાદર ડેમ રાજકોટની ઉપરાંત જેતપુર તથા ગોંડલનાં સમગ્ર પંથકમાં પીવાના પાણીની જરૂરિયાતની સાથે જ ખેતી માટે પણ મુખ્ય આધારસ્તંભ રહેલો છે. આ ડેમ ભૌગોલિક સ્થિતિએ રકાબી આકારે હોવાથી ભૂસ્તરમાંથી પાણીનો પ્રવાહ ડેમ વિસ્તારમાં કેન્દ્રિત થાય છે કે, જેને કારણે ઘણી નદીઓ અહીં ડેમમાં ઠલવાતી હોવાથી સરેરાશ 30 ઇંચ જેટલો વરસાદ પડે તો પણ ભાદરમાં કમસેકમ પાણી કાંઠે આવી જાય છે.
હાલમાં ડેમની સપાટી છલોછલ જોવા મળી:
શ્રાવણ મહિનો પૂરો થયા પછી ભાદરવા મહિનામાં ભરપૂર વરસાદને લીધે સમગ્ર સૌરાષ્ટ્રમાં એક જ ઝાટકે 45 ડેમમાં જળ સપાટી ઉપર આવતા જળ સંકટ દુર થયું છે. ભાદર ડેમમાં સતત ધીરે-ધીરે પાણી આવક શરુ રહેતા હાલમાં ડેમની સપાટી છલોછલ જોવા મળી છે.
ખેતી માટે 11,000 હેક્ટરમાં રવી પાક માટે પાણી આપી શકાશે:
શહેરને છેલ્લા 4 માસ સુધી ચાલે તેટલું પાણી ફક્ત 8 કલાકમાં જતું રહ્યું હતું. ખેતીની વાત કરવામાં આવે તો પાણીની જેટલી જાવક થઈ તેટલા પાણીમાં 2,800 હેક્ટરમાં એક પાણ આપી શકાત. સિંચાઈ વિભાગના એક્ઝિક્યુટિવ એન્જિનિયર એસ.જી. પટેલ જણાવે છે કે, આ ડેમ ઓવરફ્લો થતાં રાજકોટ-જેતપુરને આવતા ચોમાસા સુધી પાણી આપી શકાશે. જ્યારે 11,000 હેક્ટરમાં રવી પાકને 4થી 5 પાણ આપી શકાશે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…