સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ એક જ સપ્તાહમાં પાંચ-પાંચ વખત ઓવરફલો થતા જોવા મળી ખુશીની લહેર

199
Published on: 4:43 pm, Sat, 18 September 21

સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં મેઘરાજાએ કૃપા વરસાવી હોય એવું જણાઈ રહ્યું છે, કારણ કે, એકસમયે જળસંકટની સ્તિથીનો સામનો કરી રહેલ સૌરાષ્ટ્રને હાલમાં ભરપુર માત્રામાં નવું નીર મળી રહ્યું છે. અતિભારે વરસાદને લીધે રાજ્યના મોટાભાગના જળાશયો ઓવરફલો થઈ ચુક્યા છે. આની સાથે જ હાલમાં એક આનંદનાં સમાચાર સામે આવ્યા છે.

ભાવનગર જિલ્લામાં આવેલ પાલિતાણા તાલુકાનો સૌરાષ્ટ્રનો સૌથી મોટો ડેમ એક જ અઠવાડિયામાં સતત 5 મી વખત ઓવરફલો થઈ ચુક્યો છે. ગુરુવારની સવારથી જ પાણીની આવકમાં સતત વધારો નોંધાતાં ડેમ સત્તાવાળને જળસપાટી જાળવી રાખવા માટે મોડી રાત્રે એકસાથે 59 દરવાજા એક ફૂટ સુધી ખોલી દેવામાં આવ્યા હતા. જયારે આજે સવારમાં ફરી 15 દરવાજા ખોલી દેવામાં આવ્યા હતા.

સૌરાષ્ટ્રમાં સૌથી મોટા જળાશય તરીકે ખ્યાતનામ ભાવનગર જિલ્લામાં આવેલ પાલિતાણા તાલુકાનો શેત્રુંજી ડેમ એક જ સપ્તાહમાં સતત 5 મી વાર છલકાયો છે. આ અંગે માહિતી આપતાં ડેમનાં નાયબ કાર્યપાલક ઈજનેર આશિષ બાલધીયા જણાવે છે કે, ઉપરવાસમાંથી આવી રહેલ પાણીની આવક પર ટીમ સતત નજર રાખી રહી છે.

આવકમાં ઘટાડો થાય એટલે દરવાજા બંધ કરી દેવામાં આવે છે તેમજ આવકમાં વધારો થતા ફરીથી દરવાજા ખોલી દેવામાં આવે છે. મોડી સાંજે પાણીનો ભારે પ્રવાહ ડેમમાં આવી રહ્યો હતો. જેને કારણે ડેમની સપાટી એક નિયત અંકે જાળવી રાખવા માટે મોડી રાત્રે ડેમના એકસાથે 59 દરવાજા એક ફૂટ સુધી ખોલી દેવામાં આવ્યાં હતાં. ત્યારપછી વહેલી સવારમાં 30 દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા.

જયારે 14 દરવાજા બંધ કરવામાં આવ્યા હતા તેમજ આજે સવારમાં ફરીથી 15 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. ગત મોડીરાત્રે આની ઉપરાંત નદીઓમાં 5310 ક્યુસેક અને 200 ડાબા અને જમણા કાંઠાની કેનાલમાં પણ પાણીનો પ્રવાહ છોડી દેવામાં આવ્યો છે જયારે કુલ 5510 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

આજે વહેલી સવારમાં એકસાથે કુલ 15 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે જયારે નદીઓમાં 1350 ક્યુસેક તેમજ 200 ડાબા તથા જમણા કાંઠાની કેનાલોમાં પણ પાણીનો પ્રવાહ છોડી દેવામાં આવી રહ્યો છે, જયારે ઉપરથી વધારાની આવક બંધ થતા દરવાજા પુનઃ બંધ કરી દેવામાં આવશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…