આ મંદિરમાં ઢગલામોઢે આવ્યું રૂપિયાનું દાન- સતત બે દિવસ સુધી ચાલી નોટોની ગણતરી

Published on: 5:21 pm, Wed, 25 August 21

દેશમાં અનેકવિધ મંદિરો આવેલા છે. અલગ-અલગ ધર્મના મંદિરો સમગ્ર દેશમાં આવેલા છે. મંદિરોમાં તમામ ધર્મના લોકો કોઈપણ જાતનાં ભેદભાવ વિના માતાજી અથવા તો ભગવાનના દર્શન કરવા માટે આવતા હોય છે. આવી પરીસ્થિતિમાં મંદિરમાં ભકતો ખુબ સારો ચઢાવો અર્પણ પણ કરતા હોય છે.

હવે રાજસ્થાનમાં આવેલ ચિત્તોડગઢનું શ્રી સાનવૈલીયા શેઠ મંદિર દર વર્ષે પોતાના વધારે ચઢાવા માટે પ્રખ્યાત બન્યું છે. આવી પરીસ્થિતિમાં, આ વર્ષના ચઢાવામાં પ્રાપ્ત થયેલ રકમ એ રેકોર્ડ તોડી નાંખ્યો છે. અહીં ચઢાવામાં આવેલ નોટોની ગણતરી અંદાજે સતત 2 દિવસ સુધી ચાલી હતી પણ તે પૂર્ણ થઈ ન હતી.

નોટ ગણનાર લોકો પણ ગણતરી કરતાં કરતાં થાકી ગયા છે. સવારનાં 11 વાગ્યાના સુમારે કૃષ્ણધામ સંવાળીયાજી મંદિરનાં સ્ટોરમાંથી દાન કરવામાં આવેલ રકમ બહાર કાઢવામા આવી ત્યારે સૌ કોઈ લોકો ચોંકી ઉઠ્યા હતા. સૌપ્રથમ દિવસની ગણતરીમાં 6.17 કરોડ રૂપિયાની રકમ મળી હતી.

નોટગણતરી બીજા દિવસે પણ ચાલુ રહી હતી. સમિતિના લોકોની ઉપરાંત બેંકના લોકોને પણ આ નોટો ગણવા માટે બોલાવી લેવામાં આવ્યા હતા. CCTV કેમેરાની દેખરેખ હેઠળ આ નોટની ગણતરી કરવામાં આવી હતી. આ નોટની ગણતરી કરવાનો દૃષ્ટિકોણ પણ ખૂબ જ રસપ્રદ હતો.

દાનમાં 6.17 કરોડ રૂપિયાની રોકડ રકમની ઉપરાંત કુલ 91 ગ્રામ સોનું તથા કુલ 23 કિલો ચાંદી પણ મળી આવી છે. આ જ સમયે, ઓફિસના પ્રસ્તાવ રૂમમાં ઓનલાઇન તથા રોકડ રકમ અંદાજે 71.83 લાખ રૂપિયા છે. આ ગણતરી માં 2,000 ની નોટનાં અંદાજે 2.80 કરોડ, જ્યારે 500-500ની નોટમાંથી કુલ 3 કરોડ રૂપિયા સામે આવ્યા છે.

નોટની આ ગણતરી જોવા માટે ભક્તોના ટોળેટોળા પણ ઉમટતા હોય છે. જો કે, વહીવટ આ કામગીરી માત્ર તેની દેખરેખ હેઠળ કરે છે. શ્રી સાંવલિયા શેઠ મંદિર 450 વર્ષ કરતા પણ વધારે જૂનું હોવાનું મનાય છે. તે મેવાડ શાહી પરિવારે બનાવ્યું હતું.