99% લોકો નહીં જાણતા હોય, ડુંગળી ખાવાથી થઈ શકે છે આ જીવલેણ બીમારી- જાણો લક્ષણો અને એનાથી બચવાના ઉપાય

206
Published on: 11:37 am, Mon, 1 November 21

દેશમાં કોરોના આવ્યા પછી મોટાભાગના લોકો પોતાના સ્વાસ્થ્યને લઈ જાગૃત થયા છે ત્યારે હાલમાં આપને જણાવી દઈએ કે, છેલ્લા થોડા સમયથી અમેરિકામાં સેલ્મોનેલા નામની બીમારીનો પ્રકોપ વધતો જઈ રહ્યો છે ત્યારે અહીં 37 જેટલા રાજ્યોમાં આ બીમારીથી 650 લોકો બિમાર પડી ગયા છે.

અમેરિકી સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન એટલે કે, CDS દ્વારા આ બિમારી માટે ડુંગળીને મુખ્ય કારણભૂત ગણાવવામાં આવ્યું છે. એક રિપોર્ટ પ્રમાણે જાણવા મળ્યું છે કે, મેક્સિકોથી આયાત કરાયેલ ડુંગળીમાં સેલ્મોનેલાનો સ્ત્રોત જોવા મળ્યો છે. લાલ, સફેદ તેમજ પીળી ડુંગળીમાં સેલ્મોનેલા જોવા મળે છે.

અહીંના લોકોને સલાહ આપવામાં આવી છે કે, લાલ, પીળી તથા સફેદ ડુંગળીનું સેવન ના કરવું જોઈએ કે, જેથી કરીને જે લોકોને સેલ્મોનેલા થયો છે, એમાંથી 75% લોકોએ કાચી ડુંગળીનું સેવન કર્યું હતું. આ બીમારી એ ઈન્ફેક્શન અથવા સેલ્મોનેલોસિસ સામાન્ય બેક્ટેરિયલ બિમારી છે.

જેને કારણે ફૂડ પોઈઝનિંગ થાય છે. પાચનતંત્ર પર અસર થવાને લીધે પેટ સંબંધિત બિમારીઓ પણ થાય છે. સેલ્મોનેલા બેક્ટેરિયા જાનવર તથા મનુષ્યના આંતરડામાં જોવા મળતું હોય છે કે, જે પાચન નળી મારફતે શરીરની બહાર નીકળી જતું હોય છે. સેલ્મોનેલાથી દૂષિત પાણી અથવા તો દૂષિત ભોજનનું સેવન કરવાથી આ બિમારી થતી હોય છે.

સેલ્મોનેલા બિમારી થવાનું મુખ્ય કારણ:
આ બીમારી થવાનું કારણ કાચુ મટન, ચીકનનું સેવન કરવાથી સેલ્મોનેલા થઈ શકે છે. કાચા ફળ તથા શાકભાજીમાં સેલ્મોનેલા બેક્ટેરિયા હોઈ શકે છે. આ કારણોસર કાચા ફળ તથા શાકભાજીનું સેવન કરતી વખતે સતર્કતા રાખવી ખુબ જરૂરી બની છે.

આની સાથોસાથ આપને એ પણ જણાવી દઈએ કે, અનપાશ્ચરાઈઝ્ડ દૂધ તેમજ ડેયરી પ્રોડક્ટને લીધે પણ સેલ્મોનેલા થઈ શકે છે. સોફ્ટ વસ્તુઓ, આઈસ્ક્રિમ તથા છાશમાં પણ સેલ્મોનેલા હોઈ શકે છે. જયારે કાચા ઈંડાને લીધે પણ સેલ્મોનેલા થઈ શકે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…