જાણો ગુજરાતમાં આવેલ સંત શ્રી જલારામ બાપાના મંદિરનો ઈતિહાસ, દેશનું એક માત્ર મંદિર જ્યાં નથી લેવાતું દાન

180
Published on: 1:05 pm, Sun, 26 June 22

સંત શ્રી જલારામ બાપાનો જન્મ વિક્રમ સંવત ૧૮૫૬ ની કારતક સુદ સાતમને લોહાણા સમાજના ઠક્કર કુળમાં થયો હતો. તે ભગવાન શ્રીરામના પરમ ભક્ત હતા. ગુજરાતમાં રાજકોટ જિલ્લામાં આવેલા વીરપુરમાં લોહાણા ગૃહસ્થને ઘરે રાજભાઈ માતાની કૂખે જન્મેલા જલારામના મુખે માત્ર પાંચ વર્ષની ઉંમરે રામ રામ સીતારામનો મંત્ર હતો.

પિતા વેપારી હતા. ગામમાં એક નાનકડી હાટડી હતી. વેપારીના દીકરાએ ખપ જોગું ભણવું તો પડે જ. એટલે પિતાએ એને ગામઠી નિશાળમાં ભણવા મૂકયો, પણ બાળક જલારામનું ચિત્ત ભણવા કરતાં સાધુ-સંતો તરફ વધારે સાધુને જુએ કે એનો હાથ પકડી કે ઘરે જમવા તેડી લાવતા હતા. આમ નાનપણથી જ તેમનામાં ભક્તિના બીજ રોપાયા હતા. 1816ની સાલમાં 16 વર્ષની ઉંમરે તેમનાં લગ્ન આટકોટના પ્રાગજી ઠક્કરની પુત્રી વીરબાઈ સાથે કરવામાં આવ્યા. વીરબાઈ પણ ધાર્મિક અને સંતાન હતા. આથી તેમણે પણ જલારામ બાપા સાથે રહી ગરીબ અને જરૂરીયાત મંદોને સેવાના કાર્યમાં ઝંપલાવી દીધું.

20 વર્ષની વયે જલારામે અયોધ્યા, કાશી અને બદ્રીનાથની યાત્રાએ જવાનું નક્કી કર્યું ત્યારે પત્ની વીરબાઈ પણ તેમની સાથે જોડાયા. 18 વર્ષની ઉંમરે તેઓ ગુજરાતના ફતેપુરના ભોજાભગતના અનુયાયી બન્યા. ભોજા ભગતે તેમને ગુરુ મંત્ર માળા અને શ્રી રામનું નામ આપ્યું. તેના ગુરુના આશીર્વાદથી તેમણે સદાવ્રતની શરૂઆત કરી. સદાવ્રત એવું સ્થળ છે કે જ્યાં સાધુ-સંતો અને જરૂરિયાતમંદ લોકોને વર્ષના બારે મહિના અને 24 કલાક ભોજનની વ્યવસ્થા આપવામાં આવે છે.

એક દિવસ એક સાધુ આવ્યા અને તેમણે રામની મૂર્તિ આપી અને ભવિષ્યવાણી કરી તે નજીકના ભવિષ્યમાં હનુમાનજી ત્યાં આવશે. જલારામે તે રામની મૂર્તિની ત્યાં પરિવારના ભગવાન તરીકે સ્થાપના કરી અને થોડાક દિવસ બાદ જમીનમાં સ્વયંભુ હનુમાનજી ની મૂર્તિ મળી આવી. આ સાથે સીતા અને લક્ષ્મણની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી. આ સ્થળેથી કોઈપણ ભોજન લીધા સિવાય પાછું નથી જતું. આ બધું કાર્ય જલારામ શરૂઆતનાં વર્ષોમાં પોતાની પત્ની વીરબાઈના સહયોગથી અને પછી એકલા હાથે સંભાળ્યું.

બાદના વર્ષોમાં ગામના લોકોએ પણ આ સેવાના કાર્યમાં સંત જલારામને સહયોગ આપ્યો. એમ માનવામાં આવે છે કે તેમની પાસે રહેલ આ ચમત્કારિક અક્ષયપાત્રને કારણે અન્નની ખોટ થતી નથી. ત્યારબાદ થોડા સમયમાં એક અવતારી પુરુષ તરીકે તેમની ખ્યાતિ પ્રસરી. વીરપુર આવતા દરેક વ્યક્તિની નાત જાત કે ધર્મના ભેદ ભાવ વગર બાપા દ્વારા જ ભોજન અપાતુ. આજે પણ ગુજરાતના વીરપુરમાં ભોજન આપવાની પરંપરા ચાલુ છે

એક સમયે હરજી નામે એક દરજી તેમની પાસે પિતાના પેટના દર્દની ફરિયાદ લઈને ઈલાજ માટે આવ્યા. જલારામ તેમના માટે પ્રભુ પાસે પ્રાર્થના કરી અને તેમનો દર્દ મટી ગયો. આમ થતા તેઓ સંત જલારામના ચરણમાં પડી ગયા અને તેમની બાપા કહી સંબોધ્યા. ત્યારથી તેમનું નામ જલારામ પડી ગયું. આ ઘટના પછી લોકો તેમની પાસે પોતાની વ્યાધિઓના ઈલાજ માટે અને અન્ય લોકો લઈ આવવા લાગ્યા. જલારામ બાપા ભગવાન પાસે તેમના પ્રાર્થના કરતા અને લોકોના દુઃખ દૂર થઈ જતા.

હિન્દુ તેમજ મુસલમાન બંને ધર્મના લોકો તેમના અનુયાયીઓ બન્યા. 1822માં એક મુસલમાન વ્યાપારીનો પુત્ર બીમાર પડ્યો. ડોકટરો, હકીમો તેને સાજા કરવાની આશા મૂકી દીધી. તે સમયે હરજીએ પોતાને મળેલા પરચાની વાત કરી. તેથી બીમાર યુવકના પિતાએ પ્રાર્થના કરી કે જો તેનો પુત્ર સાજો થઈ જશે તો તેઓ જલારામ બાપાના સદા વ્રતમાં 40 મણ અનાજ દાન કરશે.

તેમનો પુત્ર સારું થતા ગાડું ભરીને અનાજ લઈને જલારામ બાપાને મળવા ગયા અને કહ્યું જલા સો અલ્લાહ, જીસકો ના દે અલ્લા, ઉસકો દે જલ્લા. એક સમય સ્વયમ ભગવાન એક વૃદ્ધ સાધુનું રૂપ લઈને આવ્યા અને કહ્યું કે તેમની સેવા માટે જલારામે પોતાની પત્ની વીરબાઈ માની તેમને દાન કરી દેવી. જલારામે વીરબાઈ સાથે વાત કરી તેમની રજા મળતાં તેમણે વીરબાઈને સંતની સેવા માટે મોકલી આપ્યા. પણ અમુક અંતર ચાલીને જંગલમાં પહોંચતા સંતે વીરબાઇ માંને ત્યાં ઉભા રહી રાહ જોવાનું કહ્યું, વીરબાઇ માં ત્યાં જ રોકાઈ ગયા. પણ સંત પાછા ન આવ્યા.

તેથી આકાશવાણી થઈ કે આ તો માત્ર દંપત્તિની મહેમાનગતિ ચકાસવાની પરીક્ષા હતી. તે સંત ગયા ત્યારે વીરબાઇ પાસે એક દંડો અને જોળી મુકતાં ગયાં. વીરબાઇમાં ઘરે આવ્યા અને જલારામ બાપાને આકાશવાણી ગંગા અને જોળીની વાત કરી. આજે પણ વીરપુરમાં જોઈ શકાય છે. તેને કાચની પેટીમાં પ્રદર્શનમાં મૂકવામાં આવી છે.

વિક્રમ સંવત 1935ના કારતક વદ નોમ સોમવારે વીરબાઇ માંએ દેહ ત્યાગ કર્યો. બાપાએ 7 દિવસ સુધી જગ્યામાં અખંડ રામધૂન કરી. બાપાને પણ હવે હરસનો વ્યાધિ સતાવતો હતો. રોજ હજારો ભકતો તેમનાં દર્શન માટે આવતા અને સંતાનમાં એક દીકરી જમનાબાઈ હતી. જમનાબાઈના દીકરાના દીકરા હરિરામને બાપાએ પોતાના વારસ નીમ્યા હતા.

ધમવદ ૧૯૩૭ના મહાવદ દસમે બુધવારે બાપાએ ભજન કરતા કરતા 81માં વર્ષે વૈકુઠ વાસ કર્યો. જલારામ બાપાની પાછળ સામે મોટો મેળો કરેલો. મેળામાં એક અજાણ્યો સાધુ આવી ચડયો બધાને નમસ્કાર કરતો કરતો એ ભંડાર ઘરમાં ગયો. ત્યાંથી એક લાડુ લઈ તેનો ભૂકો કરી તેણે ચારે દિશામાં વેર્યો અને અખૂટ અખૂટ ભંડાર, અખૂટ અખૂટ ભંડાર બોલતો તે ક્યાં ચાલી ગયો તેની કોઈને ખબર ના પડી. આજે બાપાનો ભંડાર અખૂટ છે. અહીં ભક્તો પાસેથી દાન લેવામાં આવતું નથી. આ ભારતનું એકમાત્ર એવું સ્થાન છે કે જે કોઈપણ જાતનું દાન લેવામાં આવતું નથી. આજે પણ જલારામ બાપાનું નામ તેમના સેવા કાર્યોને લીધી દેશ-વિદેશમાં પૂજ્ય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…