યુક્રેનમાં ભારતીય વિદ્યાર્થીને મળ્યું દર્દનાક મોત- જુઓ કેવી રીતે રશિયન સૈનિકોએ ગોળીઓથી રહેસી નાખ્યો

72971
Published on: 4:04 pm, Tue, 1 March 22

યુક્રેનના ખાર્કિવ શહેરમાં થયેલા ગોળીબારમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું છે. વિદેશ મંત્રાલયે મંગળવારે આ જાણકારી આપી. ખાર્કિવ ગોળીબારમાં ભારતીય વિદ્યાર્થીના મૃત્યુની પુષ્ટિ કરતા મંત્રાલયે કહ્યું કે તેઓ વિદ્યાર્થીના પરિવારના સંપર્કમાં છે. મંત્રાલયના પ્રવક્તા અરિન્દમ બાગચીએ જણાવ્યું હતું કે, “ખૂબ દુઃખ સાથે અમે પુષ્ટિ કરીએ છીએ કે આજે સવારે ખાર્કિવમાં થયેલા ગોળીબારમાં એક ભારતીય વિદ્યાર્થીએ જીવ ગુમાવ્યો હતો. મંત્રાલય તેમના પરિવારના સંપર્કમાં છે. અમે પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ.મૃતક વિદ્યાર્થીનું નામ શેખરપ્પા ગ્યાંગૌદાર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, જે કર્ણાટકના ચલગેરીનો રહેવાસી હતો.

આ દરમિયાન રશિયાએ યુક્રેનના બીજા સૌથી મોટા શહેર ખાર્કિવ પર ફરીથી ગોળીબાર કર્યો છે અને પાવર સબ સ્ટેશનોને ઉડાવી દેવાનું શરૂ કર્યું છે. 87થી વધુ મકાનોને નુકસાન થયું છે. ખાર્કિવના મેયર ઇગોર તેરેખોવે જણાવ્યું હતું કે, “આક્રમણકારોએ અમને વીજળી સપ્લાય કરતા સબસ્ટેશનોને ઉડાવી દીધા છે. ખાર્કિવમાં જે થઈ રહ્યું છે તે નરસંહાર છે. આ કોઈ ઓપરેશન નથી પરંતુ લોકોને ખતમ કરવાની લડાઈ છે. આ સમગ્ર વિશ્વ સામે ગુનો છે.”

વિદેશ મંત્રાલયે કરી છે પુષ્ટિ 
વિદેશ મંત્રાલય (MEA)એ આ મામલે ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે. વિદેશ મંત્રાલયે પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, ‘ઘણા દુખ સાથે કહેવું પડે છે કે આજે સવારે ખાર્કિવમાં ગોળીબારમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું છે. મંત્રાલય તેમના પરિવારના સંપર્કમાં છે. અમે પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ.

રશિયા અને યુક્રેને રાજદૂતોને બોલાવ્યા
નવીન ખાર્કિવના એક બંકરમાં છુપાયો હતો. જ્યારે જરૂરી વસ્તુઓ પૂરી થઈ ત્યારે તેઓ બહાર આવ્યા. આ દરમિયાન, ગોળીબારને કારણે તેનું મૃત્યુ થયું. આ ઘટનાક્રમ બાદ ભારતે રશિયા અને યુક્રેનના રાજદૂતોને બોલાવ્યા છે. આ સાથે ભારતે યુક્રેનમાં ફસાયેલા નાગરિકોને વહેલામાં વહેલી તકે બહાર કાઢવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.

ભારતીય વાયુસેના થઈ સક્રિય 
યુક્રેન સામે રશિયાના હુમલાને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય વાયુસેનાને પૂર્વ યુરોપીય દેશમાં ફસાયેલા ભારતીયોને બચાવવા માટે મોરચે એકત્ર થવા જણાવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બચાવવા માટે ચાલી રહેલા ઓપરેશન ગંગા અભિયાનના ભાગ રૂપે એરફોર્સ ઘણા C-17 એરક્રાફ્ટ તૈનાત કરી શકે છે.

ભારતીય વિદ્યાર્થીઓ માટે એડવાઈઝરી જારી
દરમિયાન, યુક્રેનમાં ભારતીય દૂતાવાસે મંગળવારે વિદ્યાર્થીઓ સહિત તમામ ભારતીયોને ટ્રેન અથવા ઉપલબ્ધ અન્ય કોઈપણ માધ્યમથી આજે તરત જ કિવ છોડવાનું સૂચન કર્યું હતું. દૂતાવાસે ટ્વિટ કર્યું, ‘વિદ્યાર્થીઓ સહિત તમામ ભારતીયોને આજે તરત જ કિવ છોડી દેવાની સલાહ આપવામાં આવે છે. ઉપલબ્ધ ટ્રેન અથવા અન્ય કોઈપણ ઉપલબ્ધ માધ્યમથી’.

ભારત યુક્રેનની રોમાનિયા, હંગેરી, પોલેન્ડ અને સ્લોવાકિયા સાથેની સરહદ ચોકીઓ દ્વારા ત્યાં ફસાયેલા તેના નાગરિકોને બહાર કાઢી રહ્યું છે કારણ કે યુક્રેન પર રશિયાના હુમલા બાદ યુદ્ધગ્રસ્ત દેશની હવાઈ ક્ષેત્ર બંધ કરવામાં આવી હતી. સોમવારે, યુક્રેનમાં ભારતીય દૂતાવાસે વિદ્યાર્થીઓને રાજધાની કિવના રેલ્વે સ્ટેશન પર પહોંચવાની સલાહ આપી જેથી તેઓ યુદ્ધગ્રસ્ત દેશના પશ્ચિમી ભાગોમાં વધુ મુસાફરી કરી શકે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…