ગુજરાતના ૨.૩૬ લાખ ખેડૂતો સામે થશે કડક કાર્યવાહી: સરકાર કરવા જઈ રહી છે ૨૦૦ કરોડની ઉઘરાણી- જાણો જલ્દી

Published on: 10:57 am, Tue, 27 July 21

ગુજરાત: કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી કિસાન યોજના અંતર્ગત નાના ખેડૂતોને આર્થિક સહાય કરે છે. પણ ચોકાવનારી વાતતો એ છે કે, ઇન્કમટેક્સ ભરનારાં લોકોએ પણ ખેડૂત બની આ યોજનાનો લાભ મેળવ્યો હતો. ઘણા સીમાંત ખેડૂતો છે કે, જેમણે આ યોજનાનો લાભ લઇ લીધો છે. કૃષિ મંત્રાલયને ખબર પડી છે કે, આવા લોકોના ખાતામાં પ્રધાનમંત્રી કિસાન યોજનાની સહાય પેટે કરોડો રૂપિયા જમા થઇ ગયા છે. ગુજરાતમાં 2.36 લાખ અપાત્ર લોકોના ખાતામાં 220 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ જમા થઇ ગઇ છે. હવે કેન્દ્રના કૃષિ મંત્રાલય આ રકમ પરત મેળવવાની કાર્યવાહી શરુ કરી છે.

કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી કિસાન યોજના હેઠળ પ્રત્યેક ખેડૂતને દર વર્ષે 6 હજાર રૂપિયાની નાણાંકીય સહાય કરવામાં આવે છે. આ યોજનાની એક શરત એ છે કે, યોજનાનો લાભ લેનાર વ્યક્તિ ઇન્કમટેક્સ ભરતો ન હોવો જોઈએ.

આમ છતાંય આ યોજનાનો લાભ કેટલાંય લોકોએ મેળવ્યો છે. સંપૂણ વાતની જાણ કેન્દ્રના કૃષિ મંત્રાલયને ત્યારે થઇ હતી જયારે યોજનાના લાભ લેનારાં લોકોના દસ્તાવેજોની વેરિફિકેશન કરાયું છે. અપાત્ર લોકોના ખાતામાં રકમ જમા થઇ ગઈ ત્યારે કૃષિ મંત્રાલયને ખબર પડી છે. પ્રધાનમંત્રી કિસાન યોજનાના નાણાં ગુજરાતમાં ખેડૂત ન હોવા છતાં યોજનાનો લાભ લીધો હોય તેવા 2,36,543 લોકોના ખાતામાં જમા થયા છે. આ બધા લોકો યોજનાનો લાભ મેળવી શકે તેવી સ્થિતિ ધરાવતા નથી.

ઇન્કમટેક્સ ભરનારાં લોકોએ પણ પ્રધાનમંત્રી કિસાન યોજનાનો આર્થિક લાભ લીધો છે. યોજનાનો નિયમ વિરુધ લાભ લેનારાં લોકો પાસેથી કુલ 220,76,08,000 રકમ પરત મેળવવા કેન્દ્રના કૃષિ મંત્રાલયે કાર્યવાહી હાથ ધરી છે. અપાત્ર ખેડૂતોને નાણાં પરત કરવા નોટિસો જાહેર કરવામાં આવી છે. નોંધનીય છે કે, ચોમાસુ સત્ર દરમિયાન લોકસભામાં આ સમગ્ર વાત રજૂઆત કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે કરી હતી.

સમગ્ર દેશમાં કુલ મળીને 42.16 લાખ લોકોના ખાતામાં પ્રધાનમંત્રી કિસાન યોજનાના નાણાં જમા થયા છે. જેઓ ખેડૂત નથી. ગુજરાત સહિત તમામ રાજ્યોમાં અપાત્ર ખેડૂતો પાસેથી આશરે 3 હજાર કરોડ રૂપિયા પરત મેળવવા કાર્યવાહી શરુ કરી છે. સૌથી વધુ આસામમાં 8.35 લાખ લોકોએ અપાત્ર ખેડૂત બની આર્થિક લાભ મેળવ્યો છે.