છેલ્લા ૩ દિવસથી ગુજરાતમાં પડી રહેલ ગોળા અંગે થયો ખુલાસો – વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનીકે જણાવી હકીકત

304
Published on: 4:14 pm, Mon, 16 May 22

ગુજરાત(Gujarat): આણંદ(Anand) જિલ્લો હાલ ખુબ જ ચર્ચાઓ વિષય બન્યો છે. કારણ કે આણંદ જિલ્લાના ભાલેજ, ખંભોળાજ અને રામપુરા વિસ્તારમાં ગુરુવારે સાંજે આકાશમાંથી પડેલી ગોળા જેવી કોઈ રહસ્યમય વસ્તુ મળી આવી છે. આ ત્રણેય વિસ્તારો એકબીજાથી 15 કિલોમીટરના અંતરે આવેલા છે. આકાશમાંથી ગોળા પડવાની ઘટના સમગ્ર આણંદ જીલ્લામાં કુતૂહલનો વિષય બની છે.

આ પદાર્થની વાત કરીએ તો હર્ષદ જોશી જણાવે છે કે, ગભરાવાની જરૂર નથી. આ એક અવકાશી કચરો છે જેનું કદ: 1 mm થી 4 ટન હોઈ શકે છે. જેને વૈજ્ઞાનિકોની ભાષામાં Space Junk/Space Debris પણ કહેવાય છે.  આણંદ જિલ્લાના ભાલેજ, ખંભોળાજ અને રામપુરા વિસ્તારમાં ગુરુવારે સાંજે આકાશમાંથી અજાણી વસ્તુઓ પડી હતી, જે દેખાવમાં કોઈ ગોળા જેવી વસ્તુ લાગી રહી છે.

ભાલેજ, ખંભોળાજ અને રામપુરા આ ત્રણેય વિસ્તારો એકબીજાથી 15 કિલોમીટરના અંતરે આવેલા છે. પહેલા ભાલેજમાં કાળા ધાતુ જેવો ‘બોલ’ આકાશમાંથી પડ્યો, પછી ખંભોળાજ અને રામપુરામાં આવી જ ઘટના બની. રિપોર્ટ અનુસાર આકાશમાંથી પડેલા આ ગોળાનું વજન પાંચ કિલો હતું.

ભાવનગર લોક વિજ્ઞાન કેન્દ્રના વિશેષજ્ઞ હર્ષદ જોષીએ જણાવ્યું કે, જ્યારે અવકાશયાનને અવકાશમાં મોકલવામાં આવે છે ત્યારે તેના વિવિધ સ્તરે અવકાશયાન ને હલકું બનાવવા માટે જે ભાગનું કાર્ય પૂર્ણ થાય તેવા અવકાશયાનના ટુકડાઓ અવકાશમાં મુક્ત કરી દેવામાં આવે છે. જે શૂન્યાવકાશને કારણે પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરવા લાગે છે.

હર્ષદ જોષીએ વધુમાં જણાવતા કહ્યું કે, ઘણી વાર આવા પદાર્થો પોતાની ઓર્બિટ (કક્ષા) થી દુર થઈ LEO (Low Earth Orbit – 120-2000km) માં ભ્રમણ કરવા લાગે છે. કોઈ સંજોગોમાં મોટું કદ ધરવતા આવા પદાર્થ પર પૃથ્વીનાં ગુરુત્વાર્ષણ બળની અસરમાં આવી જવાથી તે પૃથ્વી તરફ ગતિ કરવા લાગે છે. ગતિને કારણે ઘર્ષણ ઉદ્દભવે છે, જેથી તે પદાર્થ સળગવા લાગે છે. જેને ઘણી વાર ખરતો તારો, ધૂમકેતુ કે ઉલ્કા તરીકે ઓળખવામાં આવે છે. ખરેખર તે માનવ નિર્મિત અવકાશીય કચરો છે. જેનો સળગ્યા વિનાનો હિસ્સાઓ પૃથ્વી પર અનેકવાર પડ્યા હોવાના દાખલાઓ છે. આવા માનવ નિર્મિત અવકાશીય કચરાને પૃથ્વી પર પરત લાવવા માટે ISRO-NASA દ્વાર મિશન વિચારણા થઈ રહી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…