રણુજાથી અલખધણીના દર્શન કરીને પાછા ફરતા ચાર મિત્રોને નડ્યો ગંભીર અક્સ્માત- ચારેયના મોત ‘ઓમ શાંતિ’

237
Published on: 10:52 am, Sat, 2 October 21

ગુજરાતમાં ઉત્તરોત્તર માર્ગ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થતો જઈ રહ્યો છે ત્યારે હાલમાં પણ આવી જ એક ખુબ ભયંકર ઘટનાને લઈ સમાચાર સામે આવ્યા છે. ખેડા જિલ્લામાં આવેલ કપડવંજ મોડાસા રોડ પર વહેલી સવારમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો કે, જેમાં એકસાથે 4 મિત્રને કાળ ભરખી ગયો છે.

આઈસર તથા કાર વચ્ચે સર્જાયેલ આ ભયંકર માર્ગ અકસ્માતમાં રણુજાથી દર્શન કરીને પરત ફરી રહેલા હોમગાર્ડ મિત્રોને અકસ્માત નડ્યો છે. આ ઘટનામાં 4 લોકોનાં મોત નીપજ્યા છે, જ્યારે એક વ્યક્તિને સારવાર માટે લઈ જવામાં આવ્યો છે. આ ઘટના સંદર્ભે કપડવંજ ગ્રામ્ય પોલીસ દ્વારા ફરિયાદને આધારે ગુનો નોંધવાની તપાસ હાથ ધરવામાં આવી છે.

બન્ને વાહન ધડાકાભેર અથડાતાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો:
કપડવંજ-મોડાસા રોડ પર કાવઠ નજીક આજે વહેલી સવારમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અહીંથી પસાર થઈ રહેલ કેળાથી ભરેલ ટ્રક (નં. RJ-06-GB-1433) તથા કાર (નં. GJ-07-DA-8318) વચ્ચે ભયંકર માર્ગ અકસ્માત સર્જાયો હતો.

બન્ને વાહન સામસામેં ધડાકાભેર અથડાતાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માત સર્જાયા પછી આઈસર ટ્રકચાલક વાહન મૂકીને ભાગી ગયો હતો, જ્યારે આ ટક્કર એટલી જોરદાર હતી કે, કારનાં આગળના ભાગના ફુરચેફુરચા ઊડી ગયા હતા. અકસ્માતને કારણે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

પાંચ પૈકી ચાર મિત્રનાં ઘટનાસ્થળે જ મોત:
કારમાં સવાર 5 હોમગાર્ડ મિત્રો પૈકી 4 લોકોને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળ પર જ મોતના મુખમાં ધકેલાઈ ગયા હતા. જ્યારે દિલીપભાઈ અભયસિંહ સોલંકી (ઉં. વ. 29) નામની વ્યક્તિને સારવાર માટે લઈ જવાયો છે. સ્થાનિકોના મત પ્રમાણે ઉપરોક્ત બન્ને વાહનો એટલી સ્પીડમાં હતાં કે, ઓવરટેકની લાયમાં અકસ્માત સર્જાયો હોવાનું જણાવ્યું છે.

તમામ મૃતક કપડવંજ હોમગાર્ડ યુનિટમાં સર્વિસ કરતા હતા:
મોતને ભેટેલા બધા જ લોકો કપડવંજ હોમગાર્ડ યુનિટમાં સર્વિસ કરે છે કે, જેમાં 2 વ્યક્તિ મોટા રામપુરા તથા એક ગરોડ અને એક વાઘાવતનો રહેવાસી છે. ઇજાગ્રસ્ત સાથે આ તમામ મિત્રો હોવાથી બધા લોકો રણુજા દર્શન કરવા માટે ગયા હતા કે, જ્યાંથી પાછા ફરતી વખતે કપડવંજ પંથક નજીક અકસ્માત નડ્યો છે.

મૃતકોને કપડવંજ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા છે કે, જ્યાં પોસ્ટમોર્ટમ કરીને તેમના પરિવારને મૃતદેહ સોંપવામાં આવશે. આની સાથોસાથ આ સંદર્ભે ગુનો નોંધવાની કામગીરી પણ કપડવંજ ગ્રામ્ય પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

મૃતકોનાં નામ:
અકસ્માતની આ ઘટનામાં મૃતકોમાં રમેશભાઈ મોતીભાઈ ઝાલા (ઉં.વ. 55), મહેશભાઈ રયજીભાઈ ઝાલા (ઉં.વ. 48), નરેન્દ્રભાઈ નાનાભાઈ રાઠોડ (ઉં.વ. 35), શૈલેષ કેદરસિંહ રાઠોડ (ઉં.વ. 33) નો સમાવેશ થાય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…