આ એક લાખ વિદ્યાર્થીઓને ગુજરાત સરકાર આજીવન મફત ભણાવશે

449
Published on: 9:45 am, Sun, 12 December 21

ગુજરાત રાજ્યમાં સરકાર શૈક્ષણિક ક્ષેત્રે એક ઐતિહાસિક પગલું ભરવા જઈ રહી છે. જે દરમિયાન સમગ્ર રાજ્યમાં 50 જેટલી રહેણાંક શાળાઓ શરૂ કરવામાં આવશે. આ શૈક્ષણિક મુદ્દે કેમ્બ્રિજ યુનિવર્સિટીના અધિકારીઓ સાથે શિક્ષણ વિભાગની એક મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં આ શાળાનો શરૂ થવાની શક્યતાઓ દેખાઈ રહી છે. જેને લીધે વાયબ્રન્ટ સમિટમાં કેમ્બ્રિજ યુનિવર્સિટી સાથે MoU પણ કરવામાં આવશે.

ગુજરાતમાં 50 જેટલી રેસિડેન્ટ શાળાઓ શરૂ કરશે સરકાર:
દર વર્ષે 15 હજાર જેટલા વિદ્યાર્થીઓને રહેણાંક શાળાઓમાં પ્રવેશ આપવામાં આવશે, આ રહેણાંક શાળામાં ધોરણ 1થી 5ના ફકતને ફક્ત ટોપર્સ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. જેને કારણે કુલ 50 શાળાઓમાં 1 લાખ વિદ્યાર્થીઓને સરકાર દ્વારા મફતમાં શિક્ષણ પ્રદાન કરવામાં આવશે, જો કે આ શાળા શરૂ થતાની સાથે એક વિદ્યાર્થી દીઠ રાજ્ય સરકાર પર 60 હજાર રૂપિયાનો બોજો પડશે. જેને કારણે રાજ્ય સરકારે પણ પોતાની તૈયારીઓ દર્શાવી દીધી છે.

કેમ્બ્રિજ યુનિવર્સિટી સાથે કરવામાં આવશે MoU :
અત્રે નોંધનીય છે કે, રાજ્યમાં ગુણવત્તસભર શિક્ષણ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા પણ અનેક પ્રકારના પ્રયાસો હાથ ધરવામાં આવી રહી છે. રાજ્ય સરકાર પણ અવારનવાર ગુણોત્સવના અનેક કાર્યક્રમ યોજતી રહેતી હોય છે, જેમાં ખાસ કરીને જોવામાં આવે તો પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોના શિક્ષણની ગુણવત્તા ચકાસવામાં આવતી હોય છે. ત્યારે હવે શિક્ષણક્ષેત્રે આ નવતર પ્રયોગ હાથ ધરવામાં આવનાર છે જેને કારણે રાજ્યમાં શિક્ષણનું સ્તર નવી ઉચાઈઓ પહોચશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…