આજીવન નહિ થાય પેટની સમસ્યા – બસ ખાલી આટલી વાતોનું રાખો ધ્યાન

374
Published on: 7:12 pm, Sat, 25 September 21

અત્યારના સમયમાં પાચનની સમસ્યા ખુબ જ સામાન્ય બાબત બની ગઈ છે. ઘણા લોકો પાચનતંત્રને સુધારવા માટે અનેક પ્રકારના પ્રયોગ કરતા હોય છે. તો તમે આ નિયમો વિશે જણાવીશું જેથી તમારી નબળી થયેલી પાચનશક્તિ એકદમ મજબૂત બની જશે અને પાચનની સમસ્યા મૂળમાંથી દુર થઇ જશે. શરીરમાં નબળા પાચનને કારણે વિટામિન અને ખનિજ તત્વોની ખામી ઊભી થતી હોય છે. એટલું જ નહીં, આપચ્ય ખોરાક હોજરીમાં પડ્યો રહે જેને કારણે ગેસ કે એસીડિટીની સમસ્યા થાય છે.

હોજરીમાંથી અપચ્ય ખોરાક આંતરડાંમાં જાય છે. તે દરમિયાન તેમાંથી પોષક તત્વોનું સારી રીતે શોષણ થઇ શકતું નથી. તેના કારણે આપચ્ય ખોરાક આંતરડાની દિવાલમાં ચોટી જતો હોય છે. જેના લીધે કબજિયાતની સમસ્યા થાય છે અને આંતરડાની ક્રિયાશીલતામાં ઘટાડી થાય છે.

સારી રીતે પચેલા ખોરાકમાંથી પણ પોષક તત્વને શોષાવાની ક્રિયા પણ બગડી જતી હોય છે. આંતરડાની દીવાલ પર ચોંટેલા પચ્યા વગરના ખોરાકમાંથી ઝેરી તત્વોનું ઉત્પન્ન થતા હોય છે. જે લોહીમાં ભળવાથી લિવર, કિડની કે ચામડીના રોગો અને ક્યારેક આંતરડાના કેન્સર જેવી ભયાનક બીમારીનો સામનો કરવો પડતો હોય છે.

હોજરીમાં પાચક રસોનો અપૂરતો સ્ત્રાવ ખોરાક ન પચવા માટેનું પહેલું કારણ છે. આના માટે જો પૂરતા પાચક રસો ન મળે તો જઠરાગ્નિ મંદ પડી જાય છે અને ખોરાક પચ્યા વગરનો સંગ્રહ થાય છે. આને માટે જમવાની 20 મિનિટ પહેલા આદુના ત્રણથી ચાર નાના ટુકડા સિંધાલુણ ભેળવીને ચાવી જવાથી આમાં રાહત મળે છે. તેના 15 થી 20 મિનિટ પછી જમવાથી ખોરાક સારી રીતે પચી જાય છે અને ગેસ કે અપચાની સમસ્યામાંથી છુટકારો મળે છે.

જો આપડે અગાઉનો ખોરાક સારી રીતે પચ્યો ન હોય અને તેના પર આપડે ખોરાક લેવાથી પચ્યા વગરના ખોરાક સાથે ભળી જવાથી ગેસ અને અપચોની સમસ્યા થાય છે. આ માટે અગાઉ લીધેલો ખોરાક સારી રીતે પચી જાય અને વ્યવસ્થિત ભૂખ લાગે ત્યારે જ જમવું જરૂરી છે.

જયારે ભુખ લાગે ત્યારે ન જમવાથી ખાલી હોજરીમાં પાચક રસોનો સ્ત્રાવ થવાથી એસીડીટીની સમસ્યા થાય છે. એટલું જ નહીં, ભૂખ્યા પેટે લાંબો સમય રહેવાથી કે, વધુ પડતા ઉપવાસ કરવાથી ગેસની તકલીફ પણ થઇ શકે છે. તેથી વધુ પડતા ઉપવાસ કરવા ન જોઈએ. તેમજ ગમે તેટલા વ્યસ્ત હોવા છતાં ભૂખ લાગે ત્યારે સમયસર જમી લેવું જેને કારણે પાચનની તકલીફોથી છુટકારો મળે છે.

હોજરીનો 50% ભાગ એટલે કે, અડધો ભાગ ખોરાક, 25% ભાગ પ્રવાહી જેમ કે દૂધ, છાશ કે પાણી અને 25% ભાગ હંમેશા ખાલી રહેવો જોઈએ તેવું નિષ્ણાંતોનું કહેવું છે. આ રીતે જમવાથી ખોરાકને હોજરીમાં વલોવવાની ક્રિયા સારી રીતે થાય છે અને ગેસ કે અપચામાંની સમસ્યા રહેતી નથી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…