ગુજરાતીઓ થઇ જજો સાવધાન! આવનારા દિવસોમાં 40થી 50 કિમીની ઝડપ સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

569
Published on: 10:02 pm, Tue, 14 September 21

ગુજરાતમાં ધોધમાર વરસાદના કારણે જળબંબાકાર સ્થિતિ સર્જાઈ છે. તેવામાં હજુ પણ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં આગામી 3 દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્રારા કરવામાં આવે છે. હવામાન વિભાગ દ્વારા આવતી 18 તારીખ સુધી રાજ્યમાં વરસાદની આગાહીઓ કરવામાં આવી છે. 18 તારીખ સુધી રાજ્યમાં છૂટો છવાયેલો વરસાદ રહેશે. આ સાથે સાથે જ બે બે લો પ્રેશર સક્રિય થતા વાવાઝોડાની પણ અસર શરુ થઇ છે. જેને લઈને રાજ્યમાં વરસાદ વધારે સક્રિય થયો છે.

સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર અને જુનાગઢમાં ફરી એક વખત હવામાન વિભાગ દ્રારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારે વરસાદની સાથે સાથે 40 – 60 કીમી પ્રતિ કલાકે પવન પણ ફુંકાશે તેવી આગાહી કરી છે. હવામાન વિભાગે અગાઉ જણાવ્યું હતું કે, 14થી 15 તારીખથી વરસાદનું જોર વધશે, પરંતુ રેડ એલર્ટ સુધીની આગાહી કરી ન હતી. આજે આ આગાહીમાં ફેરફાર કરીને ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરી છે.

એક વરસાદ રાઉંડ હજી તો પુરો નથી થયો તા તો રાજ્યમાં ફરી એક વખત રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે રાજ્યમાં આજના દિવસે પણ ઓરેન્જ અલર્ટ જાહેર કર્યું છે. મહત્વનું એ છે કે, રાજ્યમાં પડેલા ભારે વરસાદ પછી અનેક જગ્યાએ પુર જેવી સ્થિતિ જોવા મળતા લોકો અનેક મુશ્કેલીનો સામનો કરતા નજરે ચડે છે. ત્યારે હજુ પણ રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. જેને કારણે દરિયા કિનારાના માછીમારોને દરિયો ન ખેડવા માટે સુચના આપી છે.

ગુજરાતમાં રાજકોટ, જામનગર અને જુનાગઢમાં ભારે વરસાદ પડવાના કારણે ગુજરાતમાં લગભગ 200 થી વધારે રસ્તાઓ બંધ થઇ ગયા છે. જેમાં એક નેશનલ હાઈવે, 18 સ્ટેટ હાઈવે, 162 પંચાયત રસ્તાઓ તથા 20 અન્ય રસ્તાઓ બંધ થઇ ગયા છે. આ રસ્તાઓ બંધ થવાના કારણે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા એસટી બસોના 55 રૂટ બંધ કર્યા છે.

ગુજરાતમાં રાજકોટ, જામનગર અને જુનાગઢમાં રહેતાં લોકોના પરિસ્થિતિ ખુબ ગંભીર છે. તે દરમિયાન હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જેમાં સૌરાષ્ટ્રના મોરબી, રાજકોટ, જામનગર સહિત ભાવનગર, પોરબંદર, સુરેન્દ્રનગર તેમજ ગીર સોમનાથનો સમાવેશ કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર જ નહીં, મધ્ય ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરી છે. જેમાં ગાંધીનગર અને અમદાવાદ તેમજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણામાં પણ વરસાદની આગાહી કરી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…