800 રૂપિયે કિલો વેચાય છે આ ભીંડા- ખેડૂતો લાલ ભીંડાની ખેતીમાંથી કરી રહ્યા છે બમ્પર કમાણી

Published on: 7:58 pm, Wed, 8 September 21

દેશના ખેડૂતો અનેકવિધ પાકોની ખેતી કરતા થયા છે ત્યારે હાલમાં આવી જ એક અનોખી ખેતીને લઈ જાણકારી સામે આવી છે. તમામ લોકો શાકભાજીના સતત વધતા જતા ભાવથી જાણકાર હોય જ છે પણ જરા વિચાર કરો કે, જો તમને કોઈ એકકિલો ભીંડા માટે 800 રૂપિયા ચૂકવવાનુ કહે તો તમે શું કરશો?

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં રહેતા ખેડૂત મિશ્રીલાલ રાજપૂત આ દિવસોમાં ખાસ પ્રકારના લાલ ભીંડાની ખેતીને લીધે ખુબ ચર્ચામાં છે. કારણ કે, માર્કેટમાં લાલ ભીંડાની કિંમત સામાન્ય ભીંડા કરતા ખુબ વધારે હોય છે તથા લાલ ભીંડાની ખેતીમાં વધારો થયો છે તેમજ મિશ્રીલાલ રાજપૂતને સમૃદ્ધ બનાવ્યા છે.

હવે દૂર દૂરથી આવતા ખેડૂતો મિશ્રીલાલ રાજપૂતની પાસેથી લાલ ભીંડાની ખેતી અંગેની માહિતી લઈ રહ્યા છે ત્યારે તેની પદ્ધતિ જાણવાનો પ્રયત્ન પણ કરવામાં આવી રહ્યો છે. ફક્ત 40 દિવસમાંન લાલ ભીંડો ઉગી જાય છે. ભીંડાની ખેતી કરનાર ખેડૂત મિશ્રીલાલ રાજપૂત જણાવે છે કે, તેણે જુલાઈના પ્રથમ સપ્તાહમાં વાવણી કરી હતી.

40 દિવસ બાદ, ભીંડાની સંખ્યામાં વધારો થવા લાગ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ફક્ત 1 એકરમાં ઓછામાં ઓછી 40-50 ક્વિન્ટલ તેમજ વધુમાં વધુ 70-80 ક્વિન્ટલ લાલ ભીંડો ઉગાડી શકાય છે. કૃષિ સંશોધન સંસ્થામાંથી બીજની ખરીદી કરી શકાય છે.

વારાણસીમાં આવેલ કૃષિ સંશોધન સંસ્થામાંથી લાલ ભીંડાના બીજની એમણે ખરીદી કરી હતી. આની સાથે જ ભીંડાની ખેતી માટે કોઈપણ પ્રકારના જંતુનાશકનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો. જે લોકો લાલ ભીંડાના બીજ ખરીદવા માંગતા હોય તેઓ તેને કોઈપણ કૃષિ સંશોધન સંસ્થામાંથી ખરીદી શકાય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…