ગુજરાતમાં ફરી થશે જળબંબાકાર: 5 દિવસ આ જિલ્લાઓમાં પડશે ધોધમાર વરસાદ – હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

223
Published on: 4:29 pm, Mon, 8 August 22

રાજ્યમાં થોડા દિવસ વિરામ બાદ હવે ફરી હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સક્રિય થઈ રહ્યું છે, જેની અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળશે. લો પ્રેશરને કારણે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજથી શુક્રવાર સુધી વરસાદી માહોલ જામશે. આ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે.

ગુજરાતમાં હજુ સુધી સીઝનનો 76 ટકા વરસાદ નોંધાયો:
મળતી માહિતી અનુસાર, ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો 76 ટકા વરસાદ નોંધાયો છે. સાબરકાંઠામાં ખેડબ્રહ્મા, વડાલી, રવિપુરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘો ધોધમાર વરસ્યો છે. વડાલીમાં એક જ કલાકમાં એક ઇંચ વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ જણાયા છે. ખેડબ્રહ્માના રાધીવાડા, મેત્રાલ, માતાજીકંપામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આ તરફ હિંમતનગરના ગાંભોઇ, રૂપાલ, ગાંધીપુરા અને વાવડીમાં પણ વરસાદ થતા ખેડૂતોમાં હરખની લાગણી ફરી વળી છે.

24 કલાક દરમિયાન રાજ્યના 100 તાલુકામાં વરસાદ:
ત્યારે હવે છેલ્લા 24 કલાકની વાત કરીએ તો, રાજ્યમાં સોમવારે સવારે છ વાગ્યે પૂરા થતા 24 કલાક દરમિયાન રાજ્યના 100 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધારે વરસાદ અમરેલી જિલ્લાના લાઠી શહેરમાં 65 એમ.એમ. નોંધાયો છે. અત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ કચ્છમાં 125.60 ટકા, ઉત્તર ગુજરાતમાં 62.59 ટકા, સૌરાષ્ટ્રમાં 71.05 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 65.68 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 87.39 ટકા સરેરાશ વરસાદ પડ્યો છે.

આ વિસ્તારોમાં વરસાદની આગાહી:
ત્યારે હવે ફરી હવામાન વિભાગ દ્વારા આગી કરવામાં આવી છે કે, બંગાળની ખાડીમાં લો પ્રેશરની અસર ગુજરાતમાં થઈ રહી છે. જેના કારણે રાજ્યમાં આગામી પાંચ દિવસ રાજ્યમાં મેઘો મનમુકી વરસશે. એટલે કે, આગામી 8, 9, 10 ઓગસ્ટ અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા બુધવારે વલસાડ-દમણ, ગુરુવારે ડાંગ-નવસારી-વલસાડ-દમણ, શુક્રવારે ડાંગ-નવસારી-વલસાડ-દમણ-અમરેલી-ભાવનગર-બોટાદમાં અતિભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત જૂનાગઢ, ખેડા, દાહોદ, આણંદ, પંચમહાલ, વડોદરા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. અમદાવાદ, સુરેન્દ્રનગર, ભાવનગર, સુરેન્દ્રનગર, તાપી, સુરત, ભરૂચમાં પણ આગામી પાંચ દિવસ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ અંગે હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, રાજ્યમાં સારો વરસાદ પડવાનું કારણ બંગાળની ખાડીમાં સર્જાયેલા લૉ પ્રેશર છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…