10 પાસ માટે નોકરીની સુવર્ણ તક, 50 હજારથી વધારે મળશે પગાર- જલ્દી અહિયાં કરો આવેદન

463
Published on: 8:19 pm, Fri, 27 August 21

દેશમાં બેરોજગાર યુવાનો માટે હાલમાં એક નોકરીની તકને લઈ સમાચાર સામે આવ્યા છે. ‘ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન’ એટલે કે, ISRO દ્વારા લિક્વિડ પ્રોપલ્શન સિસ્ટમ્સ સેન્ટરમાં હેવી વ્હીકલ ડ્રાઈવર, વ્હીકલ ડ્રાઈવર, રસોઈયો, ફાયરમેન તથા કેટરિંગ એટેન્ડન્ટ પોસ્ટ્સની ભરતી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

જેમાં યોગ્ય તેમજ રસ ધરાવતા ઉમેદવારો માટે સત્તાવાર વેબસાઇટ lpsc.gov.in પર મુલાકાત લઈને ISRO LPSC ભરતી વર્ષ 2021 માટે અરજી કરી શકે છે. આપને જણાવી દઈએ કે, ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ 06 સપ્ટેમ્બર વર્ષ 2021 છે.

ISRO માં પસંદગી પામેલ ઉમેદવારો માટે પોસ્ટ પ્રમાણે તેમનો પગાર પણ અલગ-અલગ હોય છે. પગાર અંગે જણાવવામાં આવે તો કેટરિંગ આસિસ્ટન્ટની પોસ્ટ માટે 18,000 રૂપિયાથી લઈને 56,900 રૂપિયા પ્રતિ મહિના સુધી પગાર મળી રહે છે.

જ્યારે અન્ય પોસ્ટ્સ માટે 19,000 રૂપિયાથી લઈને 63,200 રૂપિયા પ્રતિ મહિનાની રેન્જમાં હશે. આની ઉપરાંત, રસ ધરાવતા ઉમેદવારો ઓનલાઇન મારફતે અરજી કરી શકે છે. અરજી, પસંદગી તથા ભરતી સંબંધિત અન્ય તમામ જાણકારી સૂચનામાં ઉપલબ્ધ છે.

ભરતીની વિગતો:

કેટરિંગ એટેન્ડન્ટ: 01 પોસ્ટ, હેવી વ્હીકલ ડ્રાઈવર: 02 પોસ્ટ્સ, સોઈયા: 01 પોસ્ટ, ફાયરમેન: 02 પોસ્ટ્સ, વ્હીકલ ડ્રાઇવર: 02 પોસ્ટ્સ

આની માટે અરજી કરવાનું ફોર્મ 24 ઓગસ્ટથી બહાર પાડવામાં આવ્યું છે. આ ભરતી અભિયાન દ્વારા કુલ 8 જગ્યાઓ ભરવાની છે. ધોરણ 10 પાસ ઉમેદવારો આ પોસ્ટ્સ માટે અરજી કરી શકે છે. પોસ્ટ પ્રમાણે મહત્તમ વય મર્યાદા 25 વર્ષ તથા 35 વર્ષ છે.

આપને જણાવી દઈએ કે, વ્હીકલ ડ્રાઇવરમાં SC તથા EWSમાં 2 પોસ્ટ્સ ખાલી છે. આની માટે 3 વર્ષનો તેમજ ભારે વાહનો ચલાવવાનો અનુભવ હોવો ખુબ જરૂરી બન્યો છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…