સોનાના ભાવમાં 7000 રૂપિયાનો ઘટાડો? જાણો ગુજરાતના મુખ્ય શહેરોમાં 22 અને 24 કેરેટ સોનાના ભાવ

1968
Published on: 10:56 am, Fri, 24 December 21

આજે ગુરુવારે, MCX પર સોનામાં નજીવા ઘટાડા સાથે વેપાર થઈ રહ્યો છે. સોનામાં નાની રેન્જમાં કારોબાર થતો જણાય છે. જોકે કિંમતો હજુ પણ 50,000 રૂપિયાથી ઉપર જોવા મળી રહી છે.

સોનાના ભાવમાં ઘટાડો
યુ.એસ.માં, જોબ ક્લેમના આંકડામાં સુધારો અને બ્રેક્ઝિટ ડીલ અંગે વધતી અપેક્ષાઓને કારણે સોનાના ભાવ દબાણ જોવા મળી રહ્યું છે. વેપારીઓએ સોનામાં પ્રોફિટ બુક કરી હોવાના કારણે સોનાના ભાવમાં ઘટાડો થયો છે. જો કે, આ નજીવો ઘટાડો હોવા છતાં, સોનાનો ફેબ્રુઆરી વાયદો રૂ. 50,000 પ્રતિ 10 ગ્રામની ઉપર રહ્યો છે. ગઈ કાલે સોનું 50,149 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. તમને જણાવી દઈએ કે આ વર્ષે સોનું પણ 57,100ની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયું છે. તે મુજબ સોનું તેના સર્વોચ્ચ સ્તર કરતાં રૂ. 7,000થી વધુ સસ્તું જોવા મળ્યું છે.

MCX પર આજે ચાંદીના ભાવમાં મામૂલી વધારો જોવા મળી રહ્યો છે. MCX પર સિલ્વર માર્ચ ફ્યુચર્સ મામૂલી વોલેટિલિટી સાથે ટ્રેડ થઈ રહ્યા છે. હાલમાં ચાંદીમાં પ્રતિ કિલો રૂ. 90નો વધારો જોવા મળી રહ્યો છે. તેમજ રૂ. 67,500 પ્રતિ કિલોના સ્તરે કારોબાર થઇ રહ્યો છે. ગઈ કાલે ચાંદી રૂ. 67,576 પર બંધ થઈ હતી, આજે પણ કારોબાર સમાન સ્તરે થતો જોવા મળી રહ્યો છે.

10 ગ્રામ સોનાની કિંમત:
દિલ્હીમાં 10 ગ્રામ સોનાની કિંમત 53,190 રૂપિયા છે, મુંબઈમાં 10 ગ્રામ સોનાની કિંમત 49,780 રૂપિયા છે, કોલકાતામાં 10 ગ્રામ સોનાની કિંમત 52,100 રૂપિયા છે, ચેન્નાઈમાં 10 ગ્રામ સોનાની કિંમત 51,430 રૂપિયા નોંધાયા છે.

હવે જોઈએ આ ચાર મેટ્રો સિટીમાં 1 કિલો ચાંદીની શું છે કિંમત:
દિલ્હીમાં 1 કિલો ચાંદીની કિંમત 66,600 રૂપિયા છે, મુંબઈમાં 1 કિલો ચાંદીની કિંમત 66,600 રૂપિયા છે, તેમજ કોલકાતામાં 1 કિલો ચાંદીની કિંમત 66,600 રૂપિયા છે અને ચેન્નાઈમાં 1 કિલો ચાંદીની કિંમત 70,900 રૂપિયા નોંધાયા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…