વર્ષો પહેલા આ પાંચ દિગ્ગજ કલાકારોએ ઠુકરાવ્યો હતો જેઠાલાલનો રોલ, નામ જાણી ચોંકી ઉઠશો

181
Published on: 7:56 pm, Tue, 5 October 21

ઘણીવાર કેટલાક લોકો પોતે જ લીધેલ નિર્ણયનો પાછળથી અફસોસ કરતા હોય છે ત્યારે આવું જ કંઇક મોટા સુપરસ્ટાર્સ સાથે આજથી થોડા વર્ષો પહેલા બન્યું હતું. જેઓની પાસે મોટી તક હતી બાદમાં તે લોકોના દિલમાં ખાસ સ્થાન બનાવી શક્યો પણ તેણે પોતાના માટે કંઈક બીજું પસંદ કર્યું હતું.

અહીં અમે એ પાંચ કલાકારો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે, જેમને ટીવીના જાણીતા શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના જેઠાલાલનો રોલ ભજવવાની ઓફર મળી હતી પણ તેઓએ ચોખ્ખી ના પાડી દીધી હતી. બાદમાં આ પાત્ર દિલીપ જોશી પાસે જતા હાલમાં એનું પરિણામ તમામ લોકોની સામે જ છે.

ભાગ્યે જ એવું કોઈ હશે કે, જેઓ આજે જેઠાલાલના પાત્રને ઓળખતા ન હોય. સામાન્ય માણસમાંથી ખાસ બની ગયેલ દિલીપ જોશી પોતાને ખુબ નસીબદાર માને છે કે, જેમને જેઠાલાલ તરીકે કામ મળ્યું હતું. તેમના એક ઇન્ટરવ્યુમાં જૂના દિવસોને યાદ કરતા દિલીપ જોશી જણાવે છે.

1. કીકુ શારદા:
કિકુ શારદા, આજકાલ ‘ધ કપિલ શર્મા શો’માં ઘણીવાર જોવા મળે છે તેમજ તેમના જબરદસ્ત કોમિક સમય માટે ખુબ જાણીતા બન્યા છે. કીકુને જેઠાલાલની ભૂમિકા માટે પણ પૂછવામાં આવ્યું હતું પણ તેણે તેને ના પાડી દીધી હતી. એવું કહેવામાં આવે છે કે, તે કોઈપણ ફુલ ટાઈમ સિરિયલ કરવા માંગતો ન હતો. તે સ્ટેન્ડ-અપ કોમેડીમાં ખુબ ખુશ હતો.

2. રાજપાલ યાદવ:
રાજપાલ યાદવ ટીવીની સાથોસાથ હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં ખુબ પ્રખ્યાત ચહેરો છે ત્યારે આપને જણાવી દઈએ કે, તે ફક્તને ફક્ત બોલીવુડ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગતો હતો. આ ટેલિવિઝન પર કામ કરવા માંગતો ન હતો. જેથી એણે જેઠાલાલની ભૂમિકાની ઓફર ઠુકરાવી દીધી હતી.

3. યોગેશ ત્રિપાઠી:
યોગેશ ત્રિપાઠી ‘ભાબીજી ઘર પર હૈં’ તેમજ ‘હપ્પુ સિંહ કી ઉલ્ટન પલટન’માં જોવા મળી રહ્યા છે ત્યારે આપને જણાવી દઈએ કે.એમને પણ જેઠાલાલનો રોલ ઓફર કરવામાં આવ્યો હતો પણતેઓ અન્ય  શોના શૂટિંગમાં વ્યસ્ત હોવાથી તેને ના પાડી દીધી હતી.

4. અહસાન કુરેશી:
અહસાન કુરેશી સ્ટેન્ડ અપ કોમેડિયન તરીકે ઓળખાય છે પણ ખુબ ઓછા લોકો જ જાણે છે કે, તેઓ ખુબ સારી એક્ટિંગ પણ કરે છે. તેમની પ્રતિભાને જોઈ તેમને પણ જેઠાલાલની ભૂમિકા માટે સંપર્ક કરવામાં આવ્યો હતો પણ તેમણે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં કામ કરવાની ના પાડી દીધી હતી.

5. અલી અસગર
અલી જેઠાલાલની ભૂમિકા માટે નિર્માતાઓની પસંદગી કરવામાં આવી હતી પણ અલી સમય કાઢી શક્યો નહીં તેમજ આ ભૂમિકા તેના હાથમાંથી ખોવાઈ ગઈ હતી. અલીએ કહાની ઘર ઘર કી, કુટુમ્બ, કોમેડી સર્કસ, કોમેડી નાઇટ્સ વિથ કપિલ જેવા શોમાં કામ કર્યું છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…