PSI એ ખાખી વર્દી લજવી- એસીપીને માં બેન સામી ગાળો ભાંડી, યુવકને માર્યો ઢોર માર- જુઓ વિડીયો

358
Published on: 12:02 pm, Thu, 31 March 22

સુરત શહેરની પોલીસ ફરી એક વખત વિવાદમાં આવી છે. સુરત શહેરના સલાબતપુરાના PSIની દાદાગીરી સામે આવી છે. PSI દ્વારા અડાજણ પાલ વિસ્તારમાં એક નિર્દોષ યુવકને માર મારવામાં આવ્યો છે. શા માટે એક નિર્દોષ વ્યક્તિને માર મારવામાં આવ્યો હતો તે અંગે હજુ જાણી શકાયું નથી. માર મારવાની સમગ્ર ઘટના મોબાઈલના કેમેરામાં કેદ થઇ જવા પામી છે.

હાલમાં તો આ PSI હાર્દિક પીપળીયાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. PSI દ્વારા સિનિયર અધિકારીઓ ને ગાળો ભાંડતા વીડિયો વાયરલ થતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. વિડીયો વાયરલ થતાની સાથે PSI હાર્દિક પીપળીયાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

મળતી માહિતી અનુસાર, આ વાયરલ વિડીયો અંગે DCP પન્ના મોમૈયા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. પરંતુ આ તપાસમાં PSI દ્વારા સહકાર ન આપી ખોટા નિવેદનો આપવામાં આવ્યા હતા. પરંતુ આ વિડીયો વાયરલ થતાની સાથે અનેકસવાલો ઉભા થઇ રહ્યા છે કે, ક્યાં કારણોસર નિર્દોષ વ્યક્તિને માર મારવામાં આવ્યો? પોલીસને માર મારવાનો અધિકાર આપ્યો કોણે? સત્તાની ખુમારીમાં કેમ ભાન ભૂલ્યા PSI?

આ પહેલા પણ સામે આવી ચુકી છે સુરત પોલીસની દાદાગીરી:
સુરત શહેરની હજીરા પોલીસની દાદાગીરી સામે આવી હતી. જેમાં એક પોલીસ કર્મચારી દ્વારા ઘરે પરત ફરી રહેલા માછીમારને માર મારવામાં આવ્યો હતો. માર મારવાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ જવા પામી છે. હજીરા પોલીસ દ્વારા એક માછીમારને માર મારવાની ઘટના સામે આવી છે. જેમાં બન્યું એવું છે કે, માછીમાર માછી મારી કરીને પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો અને આ સમયે પોલીસ દ્વારા તેની ગાડી ઉભી રાખવામાં આવી હતી અને તેને PCR વાનમાં બેસાડીને ગાલ પર લાફાવાળી શરુ કરી દીધી હતી. ત્યારે પોલીસ તંત્ર સામે એક સવાલ તો જરૂર ઉઠે કે, આ પોલીસને હાથ ઉઠાવવાની સતા આપી કોણે?

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…