ગુજરાતમાં આવેલ બોટાદ જીલ્લાના રાણપુર માર્કેટીંગ યાર્ડમાં ગઈકાલે એટેલ કે, 25 ઓક્ટોબરને સોમવારના રોજ ચાલુ સિઝનનો સૌથી વધારે રેકોર્ડબ્રેક કપાસની આવક થવ પામી હતી. રાણપુર માર્કેટીંગ યાર્ડમાં ફક્ત એક જ દિવસમાં રેકોર્ડબ્રેક એટલે કે, 11000 મણ કપાસની આવક થવ પામી હતી.
જયારે 90 કરતા વધારે મોટા વાહનો તેમજ હજાર કરતા વધુ કપાસના પોટલા મળીને કુલ 11,000 મણ કપાસની આવક થવ પામી હતી. કપાસનો ભાવ ખુબ સારો મળતા ખેડૂતોમાં ખુશી ફરી વળી હતી તેમજ માર્કેટયાર્ડમાં ખેડૂતોને કપાસનો રૂપિયા 1,668 જેટલો ભાવ મળતા ખેડૂતોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો.
રાણપુર માર્કેટીંગ યાર્ડમાં મોટાભાગના ખેડૂતોને કપાસના ભાવ સારા મળતા હોવાને લીધે ખેડૂતો ખુબ મોટા પ્રમાણમાં કપાસ લઈને રાણપુર આવી રહ્યા છે ત્યારે રાણપુર માર્કેટીંગ યાર્ડના ચેરમેન, વાઈસ ચેરમેન, ડીરેક્ટરો અને કર્મચારીઓના અથાગ પ્રયત્નો અને કુશળ વહીવટથી રાણપુર માર્કેટીંગમાં સમગ્ર પંથક સહીતના ખેડૂતો મોટા પ્રમાણમાં કપાસ વેંચવા માટે આવી રહ્યા છે.
આપને જણાવી દઈએ કે, ચાલુ વર્ષ દરમિયાન રાજ્યમાં તેમજ ખાસ કરીને તો સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ ખાબકતા પંથકનાં મોટાભાગના ખેતરોમાં પાણી ઘુસી વળ્યા હતા કે, જેને લીધે ખેડૂતોને મોટી નુકસાની વેઠવાનો પણ વારો આવ્યો હતો. જયારે હાલમાં ખેડૂતો ખુશખુશાલ છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…