આલિયા ભટ્ટ અને રણબીર કપૂર આખરે એકબીજાના થઈ જ ગયા છે.ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડનો ટેગ હટાવી હવે પતિ પત્ની બનીને સાત જન્મનું યુગલ બની ગયું છે. આ અંગે આલીયાએ ઈન્સ્ટાગ્રામમાં એક પોસ્ટ કરીને માહીતી આપી હતી.
“આજે, અમારા પરિવાર અને મિત્રોથી ઘેરાયેલા, ઘરે … અમારા મનપસંદ સ્થળ – બાલ્કનીમાં અમે અમારા સંબંધના છેલ્લા 5 વર્ષ વિતાવ્યા છે – અમે લગ્ન કર્યા. અમારી પાછળ પહેલેથી જ ઘણું બધું હોવા છતાં, અમે સાથે મળીને વધુ યાદો બાંધવા માટે રાહ જોઈ શકતા નથી …
સ્મૃતિઓ જે પ્રેમ, હાસ્ય, આરામદાયક મૌન, મૂવી રાત્રિઓ, મૂર્ખ ઝઘડા, વાઇન આનંદ અને ચાઇનીઝ બાઇટ્સથી ભરેલી છે. અમારા જીવનના આ ખૂબ જ મહત્વપૂર્ણ સમય દરમિયાન બધા પ્રેમ અને પ્રકાશ માટે આભાર. તેણે આ ક્ષણને વધુ ખાસ બનાવી છે.
પ્રેમ, રણબીર અને આલિયા”
રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ક્યારેય પોતાનો પ્રેમ વ્યક્ત કરવામાં શરમાતા નથી. આ દંપતીએ 14 એપ્રિલના રોજ લગ્ન કર્યા હતા અને તેમની વરમાળા સેરેમનીના એક વીડિયોમાં, આલિયા માટે રણબીરની મીઠી હાવભાવથી બધા પ્રભાવિત અને ખુશ થઈ ગયા છે. વરમાળા માટે, રણબીરના મિત્રોએ તેને ઉપાડ્યો અને વરરાજા વરમાળાને આલિયા ને પહેરાવતો જોવા મળ્યો.
જ્યારે આલિયાનો વારો આવ્યો, ત્યારે રણબીર નીચે બેઠો અને તેને વરમાળાને પહેવામાં મદદ કરવા માટે ઘૂંટણિયે પડ્યો. વરમાળા પહેર્યા પછી, રણબીર કપૂર અને આલિયા ભટ્ટે કિસ કરીને બધાના સપનાને સાચું કરી દીધું.
THE BEST KISS Every time a video
comes out better than the other <3#RanbirAliaWedding pic.twitter.com/ayUegm0QWM— ‘ ra (@imranliaa) April 14, 2022
લગ્ન માટે, આલિયા ભટ્ટે સફેદ આઈવરી રંગની સાડી પહેરી હતી, જે સબ્યસાચી દ્વારા ડિઝાઇન કરવામાં આવી હતી. રણબીર કપૂરે પણ સબ્યસાચી દ્વારા ડિઝાઈન કરેલી શેરવાની પહેરી હતી. આ કપલે રણબીર કપૂરના ઘરે વાસ્તુમાં લગ્ન કર્યા હતા અને લગ્નમાં નજીકના મિત્રો અને પરિવારના સભ્યોએ હાજરી આપી હતી.’
View this post on Instagram
આ સમયે રણબીર અને આલિયાના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર છવાયેલી છે. અંદરનો વીડિયો અને ફોટો જોવા માટે ફેન્સ ક્રેઝી થઈ રહ્યા છે. હવે ઇન્ટરનેટ પર એક નવો વીડિયો સામે આવ્યો છે, જે વર્માલા સમારોહ દરમિયાનનો છે. આ સુંદર વિડિયોમાં રણબીર તેના મિત્રો અને ભાઈઓના ખભા પર બેઠો જોવા મળે છે, પરંતુ આલિયા હાથમાં માળા લઈને તેની સામે આવે છે, તે નીચે ઉતરીને ઘૂંટણિયે પડી જાય છે.