કરોડપતિ ઘરની વહુ તેનાથી ૧૩ વર્ષ નાના ડ્રાઈવર સાથે ભાગી ગઈ- પૈસા પુરા થઇ ગયા તો કર્યું એવું કે…

219
Published on: 12:35 pm, Sun, 5 December 21

થોડા સમય પહેલા 45 વર્ષીય મહિલા તેના બોયફ્રેન્ડ સાથે 47 લાખ રૂપિયા લઈને ભાગી ગઈ હતી. પરંતુ ગત સોમવારે મોડી રાત્રે ઘરે પરત ફરી હતી. મહિલા ખજરાના પોલીસ સ્ટેશન પહોંચી અને પોતાનું નિવેદન નોંધ્યું.

મહિલાએ કહ્યું કે તે તેના પતિ સાથે રહેવા માંગે છે. સાથે જ મહિલાનો પતિ પણ તેને હવે સાથે રાખવા માંગે છે. પોલીસે આ કેસમાં 34 લાખ રૂપિયા રિકવર કરી લીધા છે. મહિલાનો પ્રેમી ઓટો ચાલક હજુ ફરાર છે.

સીએસપી જયંત રાઠોડે જણાવ્યું કે, 13 ઓક્ટોબરે ખજરાના વિસ્તારના પ્રોપર્ટી બ્રોકરની પત્ની તેનાથી 13 વર્ષ નાના ઓટો ડ્રાઈવર સાથે ઘરમાંથી 47 લાખ લઈને ભાગી ગઈ હતી. પ્રોપર્ટી બ્રોકર્સ કરોડપતિ હોવાનું કહેવાય છે. 34 લાખ આરોપીએ તેના બે મિત્રોને આપ્યા હતા. પોલીસે ઓટો ડ્રાઈવરના મિત્ર રિતેશ ઠાકુર અને ફુરકાન પાસેથી આ પૈસા પહેલેથી જ રિકવર કરી લીધા હતા. પોલીસે મહિલા અને ઓટો ચાલકને પકડવા માટે ઘણી જગ્યાએ દરોડા પાડ્યા હતા, પરંતુ બંને પોલીસના હાથે ઝડપાયા ન હતા. પરંતુ સોમવારે મોડી રાત્રે મહિલા પોતે પોલીસ સ્ટેશન પહોંચી હતી.

ફરાર પ્રેમી મહિલા કરતાં 13 વર્ષ નાનો છે, છતાં તે પ્રેમમાં પડી અને ઓટો ચાલક સાથે ભાઈ ગઈ હતી. મહિલાએ પોલીસને જણાવ્યું કે તે ઘરેથી ભાગી ગઈ કારણ કે તેનો પતિ તેને હેરાન કરતો હતો, પરંતુ હવે તે તેના પતિ સાથે રહેવા માંગે છે. આ સમગ્ર મામલામાં પતિ પણ તેની પત્નીને પોતાની સાથે રાખવા માંગે છે. પત્નીએ બધા રૂપિયા તો ઉડાવી નાખ્યા હતા પરંતુ સાથે લઇ ગયેલા ઘરેલા પાછા લાવી હતી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…