‘રામ રાખે તેને કોણ ચાખે’ શરુ ટ્રેનમાંથી મહિલાનો પગ લપસ્યો અને… -હિંમતવાળા જ જોવે આ વિડીયો

Published on: 6:32 pm, Mon, 18 October 21

“જાકો રાખે સૈયા માર સકે ના કોય”, જો ભગવાન તમારી સાથે હોય તો તમારી સાથે કંઈ ખોટું થતું નથી. એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક મહિલાનું મૃત્યુ થવા જઈ રહ્યું હતું, પરંતુ ત્યાં હાજર લોકોએ તેને બચાવી લીધી હતી. સોશિયલ મીડિયા પર આ વીડિયો વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે. ઘણી પ્રતિક્રિયાઓ પણ આ વીડિયો પર પણ આવી રહી છે.

ખરેખર, એક મહિલા મુસાફર મુંબઈના વસઈ રોડ રેલવે સ્ટેશન પર ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરવા જઈ રહી હતી, તે દરમિયાન તેનો પગ લપસી ગયો હતો. આવી સ્થિતિમાં મહિલા પેસેન્જરનો જીવ જવાની આરે હતો પરંતુ ત્યાં હાજર લોકોની તકેદારીના કારણે તેણીનો જીવ બચી ગયો હતો.

તમે વિડીયોમાં જોઈ શકો છો કે, કેવી રીતે મહિલા ઠોકર ખાઈને નીચે પટકાય હતી. લોકો તેને બચાવવા માટે ઝડપથી ત્યાં પહોંચી ગયા હતા. આ વીડિયો જોયા પછી અનેક લોકો પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

ન્યૂઝ એજન્સી ANI દ્વારા આ વીડિયો ટ્વિટ કરવામાં આવ્યો છે. અત્યાર સુધી 40 હજારથી વધુ લોકોએ તેને જોઈ ચુક્યા છે. આ વીડિયો પર એક યુઝરે ટિપ્પણી કરી હતી કે, ચાલતી ટ્રેનમાં બેસવાની શું જરૂર હતી? આના કારણે મહિલાને પોતાનો જીવ પણ ગુમાવવાનો વારો આવેત. ટ્રેનમાં ચડતી વખતે અથવા મુસાફરી કરતી વખતે આપણે ખૂબ જ કાળજી રાખવી જોઈએ. નાની અમસ્થી ભૂલને કારણે આપણુ મૃત્યુ પણ થઇ શકે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…