રાજપરા ગામે સાક્ષાત બિરાજમાન છે ‘માં ખોડીયાર’- 99% લોકો નહીં જાણતા હોય મંદિરના આ રહસ્ય વિશે 

659
Published on: 1:00 pm, Wed, 13 April 22

ભારત એક ધાર્મિક દેશ માનવામાં આવે છે. અહિયાં દેવી-દેવતાઓની પૂજા કરવામાં આવે છે. ભારત દેશ એક આસ્થાનો અને શ્રદ્ધાનો દેશ ગણવામાં આવે છે, એટલે જ અહીંયા હજારો નાના મોટા દેવી-દેવતાઓના મંદિરો આવેલા છે. આ મંદિરોમાં આજે પણ દેવી-દેવતાઓ પરચા પૂરે છે.

આજે આ લેખમાં આપણે એવાં જ એક દેવી જે ગુજરાતનાં રાજપરામાં બિરાજમાન છે તેના ચમત્કારોની વાત કરીશું. રાજપરામાં બિરાજમાન માં ખોડિયાર પોતાના ભક્તોને સાક્ષાત આપે છે દર્શન. ભાવનગરના રાજપરા ગામમાં ખોડિયાર માતા આજે હજાર હજુર બિરાજમાન છે,

અને માતાજીના દર્શને રોજના હજારો ભક્તો માતાજીના દર્શને આવે છે. અહીંયા માતાજી ભક્તોને તેમના પરચાઓ પણ પૂરતા જ રહે છે, માતાજી ચારણ હતા અને તેમના પિતાનું નામ મામડિયા હતું, અને તેમના માતાનું નામ દેવળબા હતું. તેઓ સાત બહેનો હતાં અને એક ભાઈ મેરખિયા હતા.

તેમના ભાઈ મેરખિયાને એક સાપ કરડ્યો હતો અને ત્યારે જ બધા જ ચિંતામાં મુકાઈ ગયા હતા. ત્યારે તેમને કોઈએ એવું કહ્યું કે પાતાળ લોકોના રાજા પાસેથી અમૃતનો કુંભ સૂર્ય ઉગે તેની પહેલા અહીંયા લાવવાનો છે તો મેરખિયાનો જીવ બચી જશે. તો જાનબાઈ એટલે માં ખોડિયાર આ કુમ્ભ લેવા માટે ગયા હતા.

તેઓ આ કુમ્ભ લઈને પાછા આવતા હતા એવામાં તેમને પગમાં ઠેસ લાગી હતી, એટલે તેમને ચાલવામાં તકલીફ પડતી હતી એટલે જ જાનબાઈએ મગરની સવારી કરી હતી અને ત્યારથી જ હાલ સુધી માં ખોડિયારનું વાહન મગર કહેવાય છે. તેઓ જ્યારે પાણીમાંથી બહાર આવ્યા તો ખોડાતાં ખોડાતાં ચાલીને આવતા હતા,

એટલે માતાજીનું નામ ખોડિયાર પડ્યું હતું. આમ માં ખોડલ રાજપરામાં હાજારા-હાજૂર બેઠાં છે તેવું તમામ ભક્તોનું માનવું છે. માં ખોડલ ક્યારેય પણ પોતાના ભક્તોને નિરાશ થવા દેતાં નથી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…