GSEB ની પરીક્ષામાં ઝળક્યો રાજકોટનો દિવ્યાંગ સ્મિત – રાઈટરની મદદથી પરીક્ષા આપીને મેળવ્યા 99.97 પર્સન્ટાઈલ

260
Published on: 10:58 am, Sat, 4 June 22

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. રાજકોટના વિદ્યાર્થીઓ ધોરણ 12ના પરિણામમાં સફળતા મેળવી રહ્યા છે. વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટની ધોળકિયા સ્કૂલના વિદ્યાર્થી સ્મિત ચાંગેલાએ 99.97 પર્સેન્ટાઈલ મેળવી શાળા અને પરિવારનું નામ રોશન કર્યું છે. ખાસ વાત એ છે કે, સ્મિતમાં શારીરિક ખામી છે. તેણે એક જગ્યાએ બેસીને અભ્યાસ કરવો પડે છે. પછી તેને આખા વર્ષ દરમિયાન રાત-દિવસ જોયા વગર કરેલી મહેનતનું ફળ મળ્યું. પરિણામ જાહેર થતાંની સાથે જ તે વ્હીલચેરમાં બેસીને શાળાએ પહોંચ્યો હતો.

સ્મિત ચાંગેલાને 99.97 પર્સન્ટાઇલ મળ્યા હતા જેમાંથી 95 ટકા આવ્યા હતા. પરિણામ આવતાની સાથે જ તે તેના માતા-પિતા સાથે ધોળકિયા સ્કૂલ પહોંચી ગયો હતો. જ્યાં શાળા દ્વારા તેમનું મીઠાઈ અને હાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. પરિણામ અંગે સ્મિત કહે છે, “હું લખી કે ચાલી શકતો નથી, મારે બેસીને અભ્યાસ કરવો પડે છે.

હું બેંચ પર બેસીને સતત અભ્યાસ કરતો હતો.” અભ્યાસ ઓનલાઈનને બદલે ઓફલાઈન હોત તો મારું પરિણામ સારું આવ્યું હોત. કોરોનાનો ઓનલાઈન અભ્યાસ હતો, પરંતુ ઓફલાઈન અભ્યાસ કર્યા બાદ મારી મહેનત વધી ગઈ. તેથી જ મને આવું પરિણામ મળ્યું. મારી પાછળ મારા માતા-પિતા અને પરિવારની મહેનત છે. હું તમારા કારણે અહીં પહોચ્યો છું.

સ્મિત ચાંગેલાનું મોરબીમાં સિરામિકનું કારખાનું છે. સ્મિત ચાંગેલાને બીમારી છે. શારીરિક ખામીને કારણે સ્મિથે રાઈટર મદદથી પરીક્ષા આપી હતી. “મેં રાઈટર દ્વારા આ પરીક્ષા આપી હતી” તેણે કહ્યું. મારા રાઈટર તેજ માંકડિયાએ નિઃસ્વાર્થપણે મને મદદ કરી.

તે કહે છે કે, તે આજના પરિણામની ખુશીનું વર્ણન કરી શકતો નથી. હું અહીં મારા માતા-પિતા, પરિવાર, શાળાના શિક્ષકોને કારણે છું. મારી પાછળ ધોળકિયા શાળાની મહેનત છે. મને 700માંથી 662 માર્ક્સ મળ્યા છે. હું નજીકના ભવિષ્યમાં UPSAC અને GPSC પરીક્ષા આપવા માંગુ છું. મારે આગળ વધીને વિકલાંગોની સેવા કરવી છે. મારે દેશની સેવા કરવી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…