
હાલમાં ટેકનોલોજીનાં યુગમાં અવારનવાર કેટલાક લોકો અવનવી શોધ કરતા હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એક રોચક જાણકારીને લઈ સમાચાર સામે આવ્યા છે. છેલ્લા થોડા સમયથી સમગ્ર દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચી ગયા છે ત્યારે પ્રજા સતત વધતા જઈ રહેલ ભાવથી પરેશાન થઈ ગયા છે.
પેટ્રોલ-ડીઝલને લીધે પર્યાવરણ પર પણ ખરાબ અસર થાય છે. આવા સમયમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ સોલાર ચાર્જિંગ ઇલેક્ટ્રિક કાર બનાવી છે. રાજકોટની આત્મિય કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ આ કાર બનાવી લીધી છે.
8 માસની મહેનત પછી બની કાર:
હાલમાં સતત વધતાં જતાં પેટ્રોલના ભાવ તેમજ પર્યાવરણને થતી ખરાબ અસરને ધ્યાનમાં લઈ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ સોલાર ચાર્જિંગ ઇલેક્ટ્રિકલ કાર બનાવી લેવામાં આવી છે. રાજકોટની આત્મિય કોલેજમાં B.E ઇલેક્ટ્રિકલમાં અભ્યાસ કરી રહેલ વૈભવ પંડ્યા, રઈશ સુમરા, અલતાફ પરમાર, દેવરત પંડ્યા, યશ નંદા તથા રવિ પરમાર દ્વારા હાલની સ્થિતીને ધ્યાનમાં રાખીને છેલ્લા 8 માસથી આ કાર બનાવવામાં મહેનત કરી રહ્યા હતાં.
ઈકોફ્રેન્ડલી કાર:
આ કાર સંપૂર્ણપાને ઇકોફ્રેન્ડલી છે. આ કાર 40 કિમી/ક્લાકની સ્પીડે ચાલે છે. આ કારની બેટરી સોલાર ઉર્જાથી ચાર્જ થાય છે. આ કાર 100 કિલોની ક્ષમતાવાળી તથા નાની જગ્યામાં પણ આસાનીથી વળાંક લઈ શકે એના માટે 4WD સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
આ કારની બેટરી સંપૂર્ણપણે ચાર્જ થવા માટે 5 ક્લાકનો સમય લાગે છે. હાલમાં મોટી કંપનીની ઇલેક્ટ્રીક કારની કિમત ખૂબ વધારે છે ત્યારે આ ગ્રુપ દ્વારા આ કાર ફક્ત 25,000 રૂપિયાના ખર્ચે બનાવામાં આવી છે. આ વિદ્યાર્થીઓ જણાવે છે કે, આ કારની સફળતા જોયા પછી તેના કરતાં વધારે ઝડપે ચાલતી તથા 4 લોકોની ક્ષમતા તેમજ સંપૂણ ચાર્જ થોડા સમયમાં થઈ જાય તે હેતુથી હવે નવી કાર બનાવવાનો પ્રયાસ કરાશે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…