સીટી બસે PSI નો લીધો ભોગ- બે સંતાનોએ નાની ઉંમરે ગુમાવી પિતાની છત્રછાયા

98
Published on: 4:01 pm, Fri, 10 December 21

ફરી એકવાર સીટી બસે મોતની સવારી બની એક વ્યક્તિનો ભોગ લીધો હતો. આ પહેલાં પણ ઘણા એવા બનાવો બન્યા છે કે જેમાં એસટી બસના કારણે લોકોના જીવ ગયા હોય. પરંતુ આ વખતે તો સલામત સવારી ગણાતી એસટી બસે પીએસઆઇનો ભોગ લીધો છે. રાજકોટમાં એસ.ટી.બસ સાથેના અકસ્માતમાં પીએસઆઈનું મોત થયું છે.

આ પહેલા પણ, ઘણી ઘટનાઓ સામે આવી છે કે જેમાં કેટલાય નિર્દોષોના જીવ એસ.ટી બસે લીધો હોય. હાલ રાજકોટના એક પોલીસ ઓફિસરનું અકસ્માત દરમિયાન મૃત્યુ થતાં પરિવારજનો ઉપર દુઃખના વાદળો છવાયા હતા.

સીટી બસની ટક્કર લાગતા, ગંભીર રીતે ઘાયલ થતા રાજકોટના પીએસઆઈનું કમકમાટી ભર્યુ મૃત્યુ થયું છે. પેસા સ્કુટી લઈને જતા હતા અને અચાનક સીટી બસ સાથે ટકરાતા પીએસઆઇ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને સારવાર દરમિયાન તેઓ એક અંતિમ શ્વાસ લીધા હતા. એચ.એ અધામ હેડકવાર્ટરમાં ફરજ બજાવતા હતા, પરંતુ કોઈ કામ હોવાથી સ્કુટી લઈને બહાર નીકળ્યા હતાં. પરંતુ સીટી બસ સાથે અથડાતા પોતે ગંભીર રીતે ઘાયલ થયા હતા અને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.

આ પહેલા પણ બેફામ બસ ડ્રાઇવરના કારણે ઘણા અકસ્માતો સર્જાયા છે. પી.એસ.આઇ રીંગ રોડ ઉપર શીતલ પાર્ક ચોકથી ડાબી તરફ ટોઈંગ સ્ટેશન તરફ પસાર થઈ રહ્યા હતા તે દરમ્યાન આ ઘટના સર્જાઇ હતી. તે દરમિયાન પાછળથી આવતી સીટી બસે પોલીસ ઓફિસરની સ્કૂટીને ટક્કર મારી હતી. અને પી.એસ.આઇ માથાના ભાગે ગંભીર રીતે ઘાયલ થયા હતા. ગંભીર રીતે ઘાયલ અવસ્થામાં હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ હોસ્પિટલમાં જ અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનથી બે સંતાનોએ નાની ઉંમરે પિતા ની છત્રછાયા ગુમાવી છે. ભગવાનને પ્રાર્થના કરીએ કે, તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…