“વહાલુડીના વિવાહ” -રાજકોટમાં માતા-પિતા વગરની 22 દીકરીઓને રજવાડી ઠાઠ સાથે થઇ ભવ્ય વિદાય- કરિયાવરથી ઘર છલકાયા

352
Published on: 3:56 pm, Thu, 30 December 21

જે બાળકો અનાર્થ હોય છે તેમનું જીવન રંગ વગરનું બની જતું હોય છે. તેમાં પણ ખાસ કરીને એક દીકરી માટે કેટલું મુશ્કેલ બની શકે તેની આપણે કલ્પના કરી શકીએ. પરંતુ, આપણા દેશની અંદર ઘણી એવી સંસ્થાઓ છે જે આવા બાળકોની જવાબદારી સ્વીકારતી હોય છે. ઘણી દીકરીઓને સારું ભણાવી ગણાવી અને ધામધૂમથી તેમના લગ્ન પણ કરાવવામાં આવે છે.

હાલમાં તેનું એક તાજું જ ઉદાહરણ રાજકોટમાંથી સામે આવ્યું. જણાવી દઈએ છે, રાજકોટમાં આવેલા દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ અને સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સતત ચોથા વર્ષે પણ “વહાલુડીના વિવાહ”નું આયોજન કરવામાં આવ્યું. જેમાં 22 દીકરીઓના ખુબ જ ધામધૂમથી લગ્ન કરાવવામાં આવે અને તે હવે તે પ્રભુતામાં પગલાં માંડશે. આ 22 દીકરીઓમાં એવી દીકરીઓ છે જેમના માતા-પિતા બંને આ દુનિયામાં હયાત નથી તો ઘણી દીકરીઓના પિતા પણ આ દુનિયામાં હયાત નથી.

એવી દીકરીઓ માટે માંડવો શણગારવામાં આવ્યો અને ત્યાં તેમના ધામધૂમથી લગ્ન યોજાયા હતા. આ બાબતે જાણવા મળ્યું છે કે “દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ આમ તો ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલું છે.” પરંતુ છેલ્લા 3 વર્ષથી કરવામાં આવતા આજના દિવસે સતત ચોથા વર્ષે જે આયોજન કર્યું છે તે એટલા માટે કે વહાલુડીના વિવાહ કાર્યક્રમ અમારા સૌનો પ્રિય કાર્યક્રમ છે. અત્યાર સુધી કુલ 88 દીકરીઓ કે જેમને માતા-પિતા બંને નથી અથવા તો પિતા હયાત નથી તેવી દીકરીઓને પરણાવી છે. એ જ રીતે આજે 22 દીકરીઓનો લગ્નોત્સવ યોજાઇ રહ્યા છે.”

ત્યારે 171 કાર્યકર્તાની દોઢ મહિનાની મહેનત બાદ વહાલુડીના વિવાહ શરૂ થતા અનેરો આનંદ જોવા મળી રહ્યો છે.” તેમને એમ પણ જણાવ્યું કે, “જેમ કોઈ કરોડપતિ પરિવારની દીકરી પરણતી હોય તે જ રીતે વહાલુડીના વિવાહ યોજાઇ રહ્યા છે. આજે બપોરે 2:30 વાગ્યે જાન પ્રસ્થાન બાદ 3:30 વાગ્યે બેન્ડવાજા તેમજ ડીજેના તાલે વાજતે ગાજતે બગી ઉપર વરરાજાઓનું આગમન થયું હતું.

ત્યારબાદ દાતાઓ અને કન્યાદાન કરનાર દંપતી તેમજ સંસ્થાના આગેવાનો દ્વારા દીકરીઓનું પૂજન કરવામાં આવ્યું હતું. ખાસ લગ્ન મંડપમાં દીકરીઓનું સ્વાગત પણ કોલ્ડ ફાયર અને બલૂન મારફતે ફૂલથી કરવામાં આવ્યું હતું. ”રજવાડી ઠાઠ-માઠ સાથે યોજાયેલા આ લગ્નની અંદર દીકરીઓને કરિયાવર તરીકે પણ સોના-ચાંદીના ઘરેણાં સહિત 225 વસ્તુ આપવામાં આવી હતી.

આજે જે દીકરીના લગ્ન છે તે દીકરીઓ પૈકી એક દીકરી લુણાગરિયા હેત્વીએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, “મારા પિતાનું કોરોનામાં બીજી ઘાતક લહેર દરમિયાન મૃત્યુ થયા બાદ ઘરની પરિસ્થિતિ આર્થિક સારી ન હતી. પરંતુ આજે મારા લગ્ન છે, પિતાની હયાતી જરૂર નથી. પરંતુ સ્વપ્ને પણ વિચાર્યું ન હતું કે મારા લગ્ન આટલી સારી અને જાજરમાન રીતે થશે. રાજકુંવરીના લગ્ન હોય તેવા અમારા લગ્ન થઇ રહ્યા છે. આયોજકોનો અમે ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.”

એમનો આવો લગ્નનો પ્રસંગ સુખદ બનાવવાનો અમે પ્રયાસ કર્યો છે. જાણવા મળ્યું છે કે, જેમ અન્ય દીકરીઓના લગ્નમાં કાર્યક્રમો થતા હોય છે તેમ આ લગ્નમાં પણ ગત 12 ડિસેમ્બરના રોજ રાસ ગરબા, ગઈકાલે ફૂલેકુ રાખવામાં આવ્યું હતું અને આણુ જોવા માટે પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…