ગુજરાતના માર્કેટ યાર્ડમાં બોલાયા મગફળીના અત્યાર સુધીના સૌથી ઊંચા ભાવ- ખેડૂતોમાં છવાયો ખુશીનો માહોલ

Published on: 1:18 pm, Sun, 17 October 21

ખેડૂતો પાસેથી ટેકાના ભાવે પાકોની ખરીદી કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ખરીદી ચાલુ કરી દેવાઈ છે ત્યારે હાલમાં રાજકોટ બેડી માર્કેટ યાર્ડમાં ગઇકાલથી મગફળીની આવક શરૂ થઈ ચુકી છે. દિવાળી પહેલા જ મગફળી તથા કપાસની જંગી આવક થઈ હતી. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને લીધે મગફળીના પાકનું માતબર ઉત્પાદન થતા ખેડૂતોએ મગફળીનું વેચાણ કરી રોકડ રૂપિયા મેળવી રહ્યા છે.

અહીં નોંધનીય છે કે, આજે મગફળીની હરાજીમાં 1050 રૂપિયાથી લઈને 1200 રૂપિયા સુધીનાં ભાવ બોલાયા હતા. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ગઇકાલે મગફળીની આવક શરૂ થતાં દશેરાના દિવસે રાબેતા પ્રમાણે સવારના સમયે મગફળીની હરાજી કરાઈ હતી.

સૌપ્રથમ દિવસે જ આવક શરૂ કરતાં સાથે મગફળીની 80,000 ગુણી જેટલી જંગી આવક થઇ હતી તેમજ આની સાથોસાથ કપાસની પણ મબલખ આવક થઈ હતી. જેને કારણે એક મણે 100 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો. રાજકોટ માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર અતુલ કમાણી જણાવે છે કે, મગફળીની મબલક આવક થતા દશેરાના દિવસે મગફળીની હરાજી કરાઈ હતી.

આજે હરાજીમાં મગફળીના 1 મણના ભાવ 1050 રૂપિયાથી લઈને 1,200 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા. વધુમાં તેમણે કહ્યું હતું કે, શરુ વર્ષ દરમિયાન રાજકોટ યાર્ડમાં સૌપ્રથમવાર મગફળીની વિક્રમજનક આવક થઈ છે. મગફળીની સાથોસાથ કપાસની પણ જંગી આવક થવ પામી હતી.

આજે રાજકોટ યાર્ડમાં કપાસની 29,000 મણની આવક થવ પામી છે. જેમાં કપાસ 1 મણના ભાવ 900 રૂપિયાથી લઈને 1,600 રૂપિયા બોલાયા હતા. અહીં ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે લાભ પાંચમથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવાની જાહેરાત કરાઈ છે પણ ખેડૂતો દિવાળી પહેલા જ રોકડી કરવાના મૂડમાં હોવાથી મગફળી યાર્ડમાં વેચી રહ્યા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…