ગુજરાતના સેકંડો ખેડૂતો જમીન ધોવાતા થયા પાયમાલ, દયનીય હાલતમાં મુકાયા

Published on: 6:54 pm, Sat, 9 October 21

સમગ્ર રાજ્યમાં અતિભારે વરસાદ વરસતા સમસ્યામાં મુકાઈ ગયેલા ખેડૂતો હવે ભારેથી અતિભારે વરસાદ બાદ મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે ત્યારે રાજકોટ જિલ્લામાં આવેલ ધોરાજી તાલુકામાં ખેડૂતોની સ્થિતિ વધારે ચિંતાનજક બની છે. વરસાદને લીધે ખેડૂતોના પાકોનું ધોવાણ થઈ ચુક્યું છે.

મગફળી તથા સોયાબીનના પાકનું મોટું ધોવાણ થઈ ચુક્યું છે. થોડા દિવસ અગાઉ સૌરાષ્ટ્રમાં અનાવૃષ્ટિ દુષ્કાળ જેવી પરીસ્થિતિ સર્જાઈ હતી પણ છેલ્લા થોડા દિવસમાં અનરાધાર વરસી રહેલ વરસાદે અહીં અતિ વૃષ્ટિ જેવી હાલત કરી નાખી છે. રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં આવેલ ફરેણી ગામના ખેડૂતો માટે વરસાદે મુશ્કેલી સર્જી છે.

અહીં મુશળધાર વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ ચુક્યા છે ત્યારે હજારો વીઘા જેટલા વિસ્તારમાં પાકનું મોટાપાયે ધોવાણ થતા મસમોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે કે, જેમાં ખેડૂતોએ વાવેતર કરેલ મગફળી, સોયાબીનના પાકને નુકસાન થયું છે તેમજ ખેડૂતોને સહન કરવાનો સમય આવ્યો છે.

રાજકોટ જિલ્લામાં ગત સપ્તાહમાં અનરાધાર વરસેલા સતત વરસાદને લીધે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે ધોરાજી તાલુકામાં આવેલ ફરેણી ગામના ખેડૂતો માટે તો આ વરસાદ આફત સમાન બની છે. ગત અઠવાડિયે વરસેલા વરસાદે ખેડૂતોને હેરાન કરી નાખ્યા છે. અતિભારે વરસાદને કારણે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયા છે તેમજ ખેડૂતોએ વાવેલ મગફળી તથા સોયાબીન જેવા પાકોનું ધોવાણ થઇ ચૂકયું છે.

સતત પાણીમાં રહેવાને લીધે મગફળીના છોડ સડવા લાગ્યા છે તેમજ સતત પાણીમાં રહેવાને લીધે મગફળીમાં બેસેલ સુયા તથા પોપટા પણ ફરી ઉગવા લાગતા મગફળીના પાકને ખુબ નુકસાન પહોંચ્યું છે ત્યારે સોયાબીનના પાકમાં સોયબીનનો પાક પણ નિષફ્ળ ગઈ રહ્યો છે.

ભારે વરસાદને લઈ અહીંની જમીનમાંથી રેસ ફૂટી રહ્યાં છે. જેને કારણે હવે જમીનમાંથી પાણી બહાર આવી રહ્યું છે કે, જે સ્થિતિ પાક માટે ખુબ જ ખરાબ છે. હાલમાં તો ફરેણીની હજારો વીઘા જમીનના ખેતરોમાં ધોવાણ થઈ ચુક્યું છે તેમજ ખેડૂતો હાલમાં આ વરસાદથી ત્રાહિમામ થઇ ચુક્યા છે.

ધોરાજી તાલુકામાં આવેલ ફરેણી ગામના ખેડૂતોની હજારો વીઘા જમીનના પાકનું ધોવાણ સામે આવ્યું છે ત્યારે ખેડૂતો દ્વારા આવતી રવિ સીઝન તથા ખરીફ પાકના વાવેતર માટે સરકાર પાસે તેઓના ખેતરોના ધોવાણનો સર્વે કરીને તાત્કાલિક વળતર ચૂકવે એ માંગણી કરી છે તેમજ અહીંના પાકના ધોવાણ અને નુકસાનનો સર્વે કરવામાં આવે તેવી માગ કરી છે.

ખેડૂતો માટે તો વરસાદ આવે તો પણ મોટી મુશ્કેલી તેમજ ના આવે તો પણ મુશ્કેલી. હાલમાં તો ખેડૂતો અતિવૃષ્ટિનો સામનો કરી રહ્યા છે કે, જેને જોતા લીલો દુષ્કાળ સ્પષ્ટ દેખાય છે ત્યારે હાલની સ્થિતિમાં સરકાર ખેડૂતોની વહારે આવે તેમજ મદદ કરે તે ખુબ જરૂરી બન્યું છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…