ડોક્ટરનું ભણેલા આ ખેડૂત ભાઈએ એવી ખેતી કરી બતાવી કે, આવતા 70 વર્ષ સુધી થતી રહેશે બમ્પર કમાણી

Published on: 3:54 pm, Wed, 25 August 21

ઉચ્ચ અભ્યાસ કરેલ વ્યક્તિઓ પણ ખેતીમાં જોડાઈ રહ્યા છે ત્યારે હાલમાં એક પ્રગતિશીલ ખેડૂતભાઈની કહાની સામે આવી છે. રાજ્યમાં આવેલ રાજકોટના તબીબે પ્રેક્ટિસ મૂકીને પોતાના ગામમાં જઇને ખેતીની શરૂઆત કરી છે. ડો.રમેશ પીપળિયા વ્યવસાયે ડેન્ટિસ્ટ હોવા છતાં પ્રાકૃતિક ખેતી કરવાના શોખીન હોવાથી રાજકોટનાં જશવંતપુર ગામમાં બાપ-દાદાની 20 વીઘા જમીનમાં 15 જેટલી ગીર ગાય રાખી છે.

અહીં તેઓ સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરીને અન્ય ખેડૂતોને પણ પ્રેરણા મળી રહે એવા આવિષ્કારો કરવામાં આવ્યા છે. ડો.રમેશ પીપળિયાએ તેમની પ્રાકૃતિક ખેતી વિશે કહ્યું હતું કે, તેમણે 7 વર્ષ અગાઉ જશવંતપુર ગામમાં 20 વીઘાની જમીનમાં 10 વીઘામાં ટિશ્યૂકલ્ચર પદ્ધતિથી ખારેકનું વાવેતર કરવામાં આવ્યું હતું.

60થી 70 વર્ષ સુધી પાક લઈ શકાશે:
ડો.રમેશ પીપળિયા જણાવે છે કે, મેં 10 વીઘામાં 7 વર્ષ અગાઉ ખારેકનું વાવેતર કર્યું હતું એ સમયે 5 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. હું પહેલાં રાજકોટમાં બસ સ્ટેન્ડની સામે ડો.રમેશ પીપળિયાના નામથી હોસ્પિટલ ચલાવી રહ્યો હતો.આની સાથે જ પ્રેક્ટિસ કરતો પણ ખેતીના શોખને લીધે મેં પ્રેક્ટિસ છોડીને મારા ગામમાં આવીને ખારેકની ખેતી કરવાનું નક્કી કર્યું. આ ખેતી વિશે મેં યુટ્યૂબમાંથી જાણકારી મેળવી તો જાણવા મળ્યું કે, એકવખત ખારેકના રોપા વાવ્યા બાદ યોગ્ય જતન કરીએ તો એ ઝાડ બનીને 70 વર્ષ સુધી ઉત્પાદન આપે છે.

ગાયનું ખાતર નાખીને ખારેકના રોપા ઉછેર્યા:
તેઓ વધુમાં જણાવે છે કે, હું મારા બાપ-દાદાની 20 વીઘા જમીનમાં ઓર્ગેનિક ખેતી કરી રહ્યો છું. ખારેકના રોપા ગાયના છાણમાંથી બનેલ ખાતરમાંથી જ ઉછેરવામાં આવ્યા છે તથા ડ્રિપ ઇરિગેશન પદ્ધતિને લીધે પાણીનો ખોટો બગાડ પણ થતો નથી તેમજ જરૂરી પાણી મળી રહે છે. મેં ઇઝરાયેલ બારાહી ખારેકના રોપા વાવીને છેલ્લાં 5 વર્ષથી સારું એવું ઉત્પાદન મેળવી રહ્યો છું.

એકરદીઠ જમીનમાં ખારેકનાં 60 ઝાડ:
તેઓ જણાવે છે કે, ગાય આધારિત તથા સંપૂર્ણ નેચરલ ખાતરનો ઉપયોગ કરવાથી અન્ય કોઇ દવાનો ઉપયોગ કરવો પડતો નથી. એકરદીઠ જમીનમાં ખારેકના કુલ 60 ઝાડ વાવવામાં આવ્યાં છે એટલે કે, 4 એકર જમીનમાં કુલ 240 ખારેકનાં ઝાડ વાવવામાં આવ્યા છે.

તમામ ઝાડ પર માર્ચ માસથી ખારેક આવવાની શરૂઆત થાય છે તેમજ જૂન-જુલાઈ માસમાં ખારેક પાકી જતાં એનો ઉતારો લેવામાં આવે છે. આ વર્ષે એક ઝાડ પર 60 કિલો ખારેકનો ઉતારો આવ્યો હતો. આ રીતે 10 વીઘા જમીનમાં કુલ 10,000 કિલો જેટલી ખારેકનું ઉત્પાદન થયું છે.

એક-બે વીઘા જમીનમાં પણ દોઢ-બે લાખનું ઉત્પાદન મળે:
ખારેકની આવક સાતત્યપૂર્ણ રહે છે તથા હવામાનની કોઈ ખાસ અસર થતી નથી એમ જણાવતાં ડો.રમેશ જણાવે છે કે, જો નાનો ખેડૂત તેની ટૂંકી જમીનમાં પણ ખારેકનું વાવેતર કરે તો ફક્ત એક-બે વીઘા જમીનમાં પણ 2 લાખ રૂપિયાનું ઉત્પાદન મળી રહે છે. કારણ કે, પ્રાકૃતિક ખેતી તથા સ્ટાન્ડર્ડ કંપનીના ટિશ્યૂકલ્ચર પાકથી ખારેકમાં મીઠાશ જળવાઈ રહે છે.

અન્ય પાકોમાં ગીર ગાયના દૂધનો છંટકાવ કરી ખેતી કરે છે:
ખારેકના વાવેતર કરવા માટે રોપાદીઠ 1,250 મહત્તમ એક હેક્ટર સુધી સબસિડી સહાય અપાઈ છે. રાજકોટના આ પ્રગતિશીલ ખેડૂત રાધિકા ફાર્મમાં 12 ગીર ગાય પણ રાખે છે તેમજ આ ગાય શુદ્ધ તથા સાત્ત્વિક દૂધ તો આપે છે પણ સાથે-સાથે એનાં ગોબર તથા ગૌ-મૂત્રથી દેશી ખાતર બનાવીને એનો ખેતીમાં ઉપયોગ કરવામાં આવે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…