રાજકોટ(ગુજરાત): રાજકોટમાં એક 23 વર્ષની યુવતીની મિત્રએ સોરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનમાં અભ્યાસ કરતી કર્તવી ભટ્ટને ફોન કર્યો હતો. ફોન ઉપાડીને રડવા લાગી અને જણાવ્યું હતું કે, ‘હવે જીવવામાં રસ નથી, આવી જિંદગી શું કામની.’ આથી કર્તવી અને તેની મિત્ર બંને તરત તેની ઘરે ચાલ્યા ગયા હતા.
મળતી માહિતી મુજબ, કર્તવી ભટ્ટ જ્યારે તેના ઘરે પહોંચી ત્યારે યુવતી આખી ધ્રૂજતી હતી અને કશું બોલવાની હાલતમાં ન હતી. ત્યારબાદ તે કશું બોલ્યા વગર ખૂબ બધું રડી. ગુસ્સો પ્રગટ કર્યો અને મને મરવા જવા દ્યો એમ કહી ભાગવાની કોશિશ કરી. કર્તવીએ તેને પકડી તો પોતાના નખ એટલા જોરથી તેને મિત્રના હાથ પર માર્યા હતા કે, કર્તવીના હાથમાં લોહીનીકળવાનું શરુ થયું હતું. થોડા સમય પછી તેને જણાવ્યું હતું કે, તેના પિતા એ એક મહિના પહેલા ઘરના સગાઓના કોરોનામાં મૃત્યુ પામ્યા હતા. તેના ડીપ્રેશનમાં આવીને પિતાએ આત્મહત્યા કરી હતી.
આ ઘટના યુવતીના મગજમાં ઘર કરી ગઈ હતી. યુવતીએ જણાવ્યું હતું કે, મારા પપ્પા મને ક્યારેય બોલી ના શક્યા અને હું ક્યારેય એમને સમજી ના શકી એ વાતનો અફસોસ મને આખી જીંદગી રહેશે. મારા પપ્પાએ લોકોથી નજીક હતા અને એમનું મૃત્યુ સહન ના કરી શક્યા તો હું મારા પપ્પાની નજીક હતી. હું જીવી જ કઈ રીતે શકું. મને આત્મહત્યામાં કોઈ પીડા કે તકલીફ થશે એની મને બીક નથી, પરંતુ મને જીવવાની બીક છે.
આ બધું સાંભળ્યા બાદ તેને સમજાવી હતી કે, તારા પિતાના મૃત્યુ પછી તારા મમ્મી અને તારી જે હાલત થઈ છે. તો વિચાર કર કે તું આવું પગલું ભરીશ તો તારા મમ્મીનો સંભાળ કોણ રાખશે. અત્યારે તારા મમ્મીની જવાબદારી તારા પર છે. એમાંથી છટક નહિ, તારા પપ્પાએ તને ભણાવી અને મોટી કરીછે. કારણ કે, તું મોટી થઈને પગભર થઇ શકે, પોતાની જવાબદારી લઈ શકે. આત્મહત્યાએ કોઈ પ્રોબ્લેમનું સોલ્યુશન નથી પરંતુ તે પ્રોબ્લેમ વધારવાનું કામ કરે છે.
પીડિત દીકરીએ જણાવ્યું હતું કે, તું એક ગોલ બુક બનાવ કે તારે શું કરવાનું છે. કંઈક નવું શીખવાનું શરૂ કર. સતત 2 કલાક તેને સમજાવી અને હળવાશનો અનુભવ કર્યો હતો. તેને નબળી ક્ષણ જતી રહી અને આપઘાત કરવાના રટણમાંથી મુક્તિ મેળવવી હતી. કર્તવી ભટ્ટે સાહસપૂર્ણ રીતે એક યુવતીનો જીવ બચાવ્યો માટે ભવન અધ્યક્ષ ડો. યોગેશ જોગસણે 500 રૂપિયા પ્રોત્સાહિત કરવા માટે ઇનામ પણ આપવામાં આવ્યું હતું.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…