પત્ની વહેલી સવારે દૂધ લઈને ઘરે પહોચી તો, સામે લટકી રહ્યો હતો પતિનો દેહ- ચાર સંતાનોએ ગુમાવી પિતાની છત્રછાયા

179
Published on: 5:55 pm, Fri, 1 October 21

રાજસ્થાન: અવારનવાર બની રહેલા આપઘાત(Suicide)ના બનાવો દરમિયાન હાલમાં ફરીવાર આપઘાતનો એક બનાવ પ્રકાશમાં આવ્યો છે. જેમાં એક વ્યક્તિએ તેનું જીવન ટૂંકાવી દીધું હતું. આ બનાવ રાજસ્થાન(Rajasthan)ના ડુંગરપુર(Dungarpur)માં બન્યો છે. અહીં આવેલા બોરી(bori) વિસ્તારમાં રહેતા મહેન્દ્ર ખરાડી(Mahendra Kharadi) તેમના પત્ની રેખા(rekha) અને તેમના ચાર બાળકો રાત્રે જમીને સુઈ ગયા હતા.

ત્યારબાદ સવારના અંદાજિત 5:30 વાગ્યે મહેન્દ્રની પત્ની ઉઠી અને એ વખતે બાકીના લોકો સુઈ રહ્યા હતા. એટલે તે દૂધ લેવા માટે દુકાને ગઈ અને પંદર મિનિટ બાદ જયારે તે પરત ઘરે આવી તો તે જોઈને જોર જોરથી રડવા લાગી હતી. તેને જોયું કે તેના પતિએ તેમનું જીવન ટૂંકાવી દીધું હતું.

આ દરમિયાન, તેના બધા બાળકો પણ જાગી ગયા અને બધા બાળકો રડવા લાગ્યા હતા. એક સાથે બધાનો રડવાનો અવાજ સાંભળીને પરિવારના અને આજુબાજુમાં રહેતા લોકો દોડીને તેમના ઘરે આવી ગયા હતા. આ બધા લોકો આ જોઈને ગભરાઈ ગયા હતા અને બાદમાં મહેન્દ્રને તાત્કાલિક હોસ્પિટલમાં પણ લઇ જવામાં આવ્યા હતા.

ત્યાં ડોક્ટરોએ તેની તપાસ કરી અને તેમને મૃત જાહેર કર્યો હતો. મહેન્દ્ર ઘરના મોભી હતા અને તેમનાથી જ તેમના આખા પરિવારનું ગુજરાન ચાલતું હતું. આજે ચાર બાળકોના માથા પરથી પિતાનો છાંયો ઉઠી ગયો છે. આ ઘટનાથી પત્ની અને બાળકો ખુબ જ રડ્યા હતા અને પરિવારના તેમજ ગામના લોકોમાં પણ શોકનો માહોલ છવાઈ ગયો હતો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…