હવામાન વિભાગની મોટી આગાહી: આગામી 4 દિવસ જામશે વરસાદી માહોલ, જાણો ગુજરાતમાં ક્યારે બેસશે ચોમાસું

130
Published on: 10:31 am, Wed, 25 May 22

ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે હવે ધીમે ધીમે લોકોને ગરમીમાંથી રાહત મળી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે, રાજ્યમાં ત્રણ દિવસની ગરમીમાંથી આંશિક રાહત મળશે. રાજ્યમાં 3 દિવસ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે.

આ ઉપરાંત, 4 દિવસ સુધી 20 થી 25 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. હવામાનશાસ્ત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં ત્રણ દિવસ સુધી વરસાદ પડશે. આ વર્ષે જૂનના બીજા સપ્તાહમાં ગુજરાતમાં ચોમાસુ દસ્તક આપશે. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે.

જાણવા મળ્યું છે કે, અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થતાં આજે વહેલી સવારથી જ હવામાનમાં પલટો આવ્યો છે. જેને લઈને ગરમીનો પારો થોડો નીચે ઉતર્યો છે. આ સાથે જ વરસાદ થવાની અને ગરમીનો પારો નીચો રહેવાની વાત પણ જણાવવામાં આવી છે.

બીજી બાજુ હવામાન વિભાગ દ્વારા જણાવ્યાં આવ્યું છે કે, હાલ પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. જેના લીધે દક્ષિણ ગુજરાતમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. તેમજ આગામી 25મી મેએ દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી, તાપી અને ડાંગમાં વરસાદ વરસવાની સંભાવના છે.

આ ઉપરાંત જાણવા મળ્યું છે કે, 25 મેના રોજ નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં હળવો વરસાદ પડે તેવી સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ 10 જૂનથી થાય તેવી સંભાવના છે. જણાવી દઈએ કે, 15 થી 20 જૂનની વચ્ચે રાજ્યના મોટાભાગના હિસ્સામાં ચોમાસું પ્રવેશ કરશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…