ગુજરાતમાં ભારે પવન અને કરા સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી – શેત્રુંજી નદીમાં આવ્યું પુર, ખેતરોમાં ફરી વળ્યા વરસાદી પાણી

198
Published on: 11:47 am, Wed, 8 June 22

અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં આજે જેઠ માસમાં અષાઢી માહોલ જોવા મળ્યો હતો. સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં હવામાનમાં એકાએક પલટો આવ્યો હતો અને ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. ક્યાંક વરસાદની સાથે કરા પણ પડ્યા હતા. ભારે વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી વહ્યા હતા.

સાવરકુંડલા તાલુકાના લાઠી અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદના કારણે શેત્રુંજી નદીમાં ભારે પૂર આવ્યું હતું. ચોમાસા પૂર્વે નદી બે કાંઠે વહેતી થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. બીજી તરફ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 8મી જૂનથી વરસાદની સંભાવના છે. આગામી 24 કલાકમાં તાપમાનમાં ત્રણથી ચાર ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે.

સમગ્ર ગુજરાતની સાથે અમરેલી જિલ્લામાં પણ આકરી ગરમી પડી રહી છે. આ દરમિયાન આજે સાવરકુંડલામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. બપોર બાદ ભારે પવન સાથે રસ્તાઓ પાણી ભરાઈ ગયા હતા. તાલુકાના વંડા, મેવાસા, શેલાણા, વશીયાળી, ભમોદરા સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો. ક્યાંક વરસાદની સાથે કરા પણ પડ્યા હતા. ઉનાળાની મધ્યમાં વરસાદ પડતાં લોકોએ રાહતનો અનુભવ કર્યો હતો.

અમરેલીના સાવરકુંડલા બાદ લાઠી અને દામનગરમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. લાઠી શહેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ સર્જાયો હતો. ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાયા હતા. લોકોને ગરમીથી રાહત મળી હતી.

જાણવા મળ્યું છે કે, અમરેલીના સાવરકુંડલા તાલુકામાં બે ઈંચથી વધુ અને લાઠી તાલુકામાં પાંચ ઈંચથી વધુ વરસાદથી શેત્રુંજી નદીમાં પૂર આવ્યું હતું. ચોમાસાની શરૂઆત પહેલા જ નદી વહેતી જોઈ ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. અમરેલી જીલ્લાના સાવરકુંડલા અને લાઠી ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદના કારણે પ્રથમ વરસાદમાં જ ચોમાસા જેવી સ્થિતિ જોવા મળી હતી.

ભાવનગર જિલ્લાના જેસર તાલુકામાં આજે સવારે વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને બપોરે આકાશ વાદળછાયું રહ્યું હતું. બપોરના સમયે અચાનક આવેલા વાવાઝોડાને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે, જેના કારણે લોકોને હાલની ગરમીમાંથી આંશિક રાહત મળી છે. ભાવનગરમાં છેલ્લા એક સપ્તાહથી તાપમાન 38 થી 40 ડિગ્રી વચ્ચે રહ્યું છે. ભાવનગર જિલ્લામાં વરસાદના કારણે લોકોને ગરમીમાંથી થોડી રાહત મળી હતી.

હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે, દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારીથી દમણમાં વરસાદની શક્યતાઓ છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં અમરેલી અને ગીર-સોમનાથ જિલ્લાના કેટલાક ભાગોમાં વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતથી ભેજવાળા પવન આવતાં વરસાદી માહોલ સર્જાઇ શકે છે. એટલું જ નહિ, પરંતુ આ વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વાવાઝોડાની અસર પણ જોવા મળી શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને દમણમાં વરસાદની સંભાવના છે. આ ઉપરાંત, સૌરાષ્ટ્રના અમરેલી અને ગીર-સોમનાથ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાંથી આવતા ભેજવાળા પવનો વરસાદી મોસમ બનાવી શકે છે. એટલું જ નહીં, આ વિસ્તારોમાં વાવાઝોડા સાથે વીજળીના ચમકારા પણ જોવા મળી શકે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…