છેલ્લા 9-9 મહિનાથી મહેનત કરતા સેકંડો ખેડૂતોનો કોળીયો ‘ગુલાબ’ વાવાઝોડાએ ઝુંટવી લીધો- વિડીયોમાં જુઓ જગતના તાતની વ્યથા

174
Published on: 3:05 pm, Fri, 1 October 21

ચાલુ વર્ષ દરમિયાન ચોમાસુ ભાદરવો પૂરો થવા આવ્યો હોવા છતાં જોર બતાવી રહ્યું છે ત્યારે ઓરિસ્સાના દરિયાકાંઠે ટકરાયેલા ‘ગુલાબ’ વાવાઝોડાની અસર ગુજરાતનાં પ કેટલાક વિસ્તારોમાં જોવા મળી રહી છે ત્યારે ભાવનગર જિલ્લાઓમાં આવેલ ઉમરાળા, મહુવા, ઘોઘા, ગારીયાધાર, પાલીતાણા, તળાજા, જેસર અને સિહોર સહિત કેટલાય તાલુકાઓમાં ખેડૂતોના ઉભા પાકને નુકસાન પહોંચ્યું છે.

થોડા દિવસ પહેલા ભાવનગર પંથકમાં શરૂ થયેલા અનરાધાર મેઘવર્ષાને કારણે ખેતરોમાં ઠેર-ઠેર જગ્યાએ પાણી ભરાઈ ચુક્યા છે ત્યારે તૈયાર થવા આવેલ પાક પર વરસાદી પાણી ફરી વળતા ખેડૂતોની મહેનત પર પણ જાણે પાણી ફરી વળ્યું હોય એવું જણાઈ રહ્યું છે.

મોટાભાગનું નુકશાન વલ્લભીપુર પંથકનાં ખેડૂતોના ઉભા પાકને થયું છે ત્યારે નશીતપર ગામમાં વરસાદી આફત વરસી છે. છેલ્લા 3 દિવસથી સતત પડી રહેલા વરસાદ તથા વરાપના અભાવે કપાસ, શેરડી, જુવાર જેવા અનેકવિધ પાકો ખેતરમાં ઢળી પડ્યા છે. અધૂરામાં પૂરું ગઈકાલે મોડી રાત્રે શરૂ થયેલ વરસાદ સતત શરુ રહેતા પાક નિષ્ફળ થઈ ચુક્યો હોવાનું ચિત્ર સ્પષ્ટ થયું છે.

હજુ બે-ત્રણ દિવસ અગાઉ પણ હળવા ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા કરાયેલ આગાહી વચ્ચે વલ્લભીપુર પંથકના ખેડૂતો મેઘરાજાને ખમૈયા કરવાની વિનતી કરી રહ્યા છે. હાથમાં આવેલ કોળિયો છીનવાઈ જવાના ભય સાથે ખેડૂતો હવે સરકારને પણ સહાયની માંગણી કરી રહ્યા છે.

નશીતપરના ખેડૂત હીરાલાલ રાઠોડ જણાવે છે કે, અચાનક જ આવેલા વાવાઝોડાને લીધે અમારા પાકને બહોળા પ્રમાણમાં નુકશાન પહોંચ્યું છે. આ વરસાદ તથા વાવાઝોડાને લીધે કપાસના પાકને ખુબ નુકસાન પહોંચ્યું છે, સરકારને અપીલ કરીએ છીએ કે, તાત્કાલિકપણે સર્વે કરાવીને સહાય આપે!

આની સાથે જ ખેડૂત ઘનશ્યામભાઈ ડાભી જણાવે છે કે,  આ કુદરતી આફત આવી છે કે, જે એક જ રાતમાં વાવાઝોડા તથા વરસાદે આખેઆખા ખેતરોના ઉભા પાકને નુકસાન પહોંચ્યું છે. એમાં અમારો કપાસ તથા શેરડીનો પાક નિષ્ફળ ગયો છે તેમજ વહેલી તકે સરકાર અમને સહાય કરે તેવી વિનંતી.

ખેડૂત અશોકભાઈ જણાવે છે કે, અહીં આવેલ વાવાઝોડાને લીધે અમે છેલ્લા 9-9 મહિનાથી શેરડીના પાકમાં મહેનત કરતા હતા તે ભાંગી પડ્યો છે કે, જેમાં હવે તેમાં કશું ઉપજે તેમ નથી, કપાસ પણ આડો પડી ગયો છે તેમજ જે ઝીંડવા પણ કાળા પડી ગયા છે.

જરૂર પડશે તો સર્વે કરાવીશુ:
આ પરીસ્તીથીને જોતા જિલ્લા ખેતીવાડી અધીકારી એસ.આર.કોસંબી જણાવે છે કે, હજુ સુધી નુકશાની વિશે સર્વેની  કોઇ રજુઆત આવી નથી પરંતુ આગળ જો જરૂર પડશે તો કાર્યવાહી થશે. ખાસ કરીને તો ‘ગુલાબ’ વાવાઝોડાની અસર હેઠળ આવેલ વરસાદથી કપાસ,તલ તથા બાજરાનાં પાકને વધારે નુકશાન થયાનો અંદાજ રહેલો છે.

આની સાથે જ તેઓ આગળ જણાવતા કહે છે કે, હાલમાં સતત પડી રહેલો અતિભારે વરસાદ પાક માટે સારો ન ગણાય તેમજ જો આમને આમ વરસાદ પડતો રહેશે તો નુકશાન ચોકકસ થશે. જેને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…