ગુજરાતમાં મેઘરાજા કરશે પધરામણી: અગામી 3 દિવસ આ વિસ્તારોમાં વરસશે મુશળધાર વરસાદ-હવામાન વિભાગે કરી આગાહી

209
Published on: 5:55 pm, Wed, 15 June 22

હાલ રાજ્યમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. બીજી તરફ આજે ફરી હવામાન વિભાગે કહ્યું છે કે, આજે રાજ્યમાં ઉત્તર ગુજરાતની વાત કરીએ તો બનાસકાંઠા અને સાબરકાંઠામાં આજે વરસાદ પડશે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, તાપી અને નવસારીમાં પણ વરસાદની આગાહી છે. મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, આણંદ અને વડોદરામાં પણ વરસાદની આગાહી છે.

મહત્વનું છે કે, રાજ્યમાં હવે ચોમાસાની વિધિવત એન્ટ્રી થઇ ચૂકી છે અને અત્યાર સુધીમાં રાજ્યના 109 તાલુકામાં વરસાદ વરસ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આજ રોજ ફરી રાજ્યના કેટલાંક વિસ્તારોમાં વરસાદ વરસશે તેવી આગાહી કરવામાં આવી છે.

જણાવી દઇએ કે, રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 22 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધારે ખંભાળિયામાં પોણા 3 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે કાલાવડમાં 2.5 ઈંચ, મુળીમાં 1 ઈંચ વરસાદ, પડધરીમાં 1 ઈંચ, રાજકોટમાં 1 ઈંચ વરસાદ, સાયલામાં અડધો ઈંચ અને ધંધુકામાં અડધો ઈંચ વરસાદ વરસ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ગત સાંજ બાદ રાજકોટમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેમાં માત્ર અડધા કલાકમાં 2 ઈંચ વરસાદ પડી ગયો હતો. જેમાં કાલાવડ રોડ, મવડી રોડ, 150 ફૂટ રીંગરોડમાં પાણી ભરાયા હતા. ઉપરાંત મહિલા કોલેજ અંડરબ્રિજ, કિસાનપરા ચોક, કાલાવડ રોડ, ગોંડલ રોડ પર પાણી ભરાવાને કારણે તંત્રની પ્રિ-મોન્સુન કામગીરી ધોવાઈ ગઈ હતી. આ સાથે જ રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પ્રથમ વરસાદે વાવણી માટે તૈયારી દર્શાવી હતી. જેથી રાજકોટની જનતાને ભારે વરસાદથી રાહત મળી હતી. શહેરના અનેક વિસ્તારોમાં દોઢ ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું હતું.

ચોમાસાની શરૂઆત બાદ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આગામી દિવસોમાં સમગ્ર રાજ્યમાં ચોમાસુ પહોંચે તેવી સંભાવના છે. સૌરાષ્ટ્રમાં 2 દિવસ વરસાદની આગાહી છે. હાલમાં રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય છે.

16 અને 17મીએ વરસાદની આગાહી છે. અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે. અમદાવાદમાં ગાજવીજ અને વરસાદ પડશે. રાહતની વાત એ છે કે, ગુજરાતમાં નિર્ધારિત સમય મુજબ વરસાદ થયો છે. આગાહી મુજબ ગુજરાતમાં સારો વરસાદ થશે તો ખેડૂતો પ્રથમ વરસાદમાં જ વાવણી કરી શકશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…