તમે જાણતા જ હશો કે લોકડાયરામાં જાણે રૂપિયાનો વરસાદ થતો હોય છે. ત્યારે હાલમાં સુરેન્દ્રનગર જિલ્લાના ખાટડી ગામે યોજાયેલા બ્રિજદાન ગઢવી અને રાજભા ગઢવીના ડાયરામાં લાખો રૂપિયાનો વરસાદ થયો હોવાના સમાચાર સામે આવ્યા છે. જાણવા મળ્યું છે કે, અહીં લોકોએ રૂપિયાની સાથે ડોલરનો પણ વરસાદ કર્યો હતો. આ ઉપરાંત, મોટી સંખ્યામાં ખાટડી ગામમાં લોકોએ ડાયરાની મોજ માણી હતી.
સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના ખાટડી ગામે જન્મદાત્રી શક્તિ માતાજીના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે યોજાયેલા ડાયરામાં પણ લાખો રૂપિયાનો વરસાદ થયો હતો. અહીં કેટલાક લોકોએ રૂપિયાની સાથે ડોલર પણ વરસાવ્યા હતા. બ્રીજદાન ગઢવી, રાજભા ગઢવી સહિત મોટી સંખ્યામાં લોકોએ કલાકારોને માણ્યા હતા.
જાણવા મળ્યું છે કે, મૂળી તાલુકાના ખાટડી ગામે ગુરુવારની રાતે બ્રિજદાન ગઢવી, રાજભા ગઢવી, અનુભા ગઢવી, દિગુભા ચૂડાસમા સહિતના કલાકારોનો ભવ્ય ડાયરો યોજાયો હતો. આ કલાકારોએ લોકસાહિત્યની રમઝટ બોલાવી હતી. આ ડાયરમાં સમગ્ર જિલ્લામાંથી ડાયરાના શોખીન લોકો આવ્યા હતા, જેમાં સાયલા સ્ટેટના સ્થાપક શેશમલ દાદાના પરિવારના અને મંદિરના મુખ્ય દાતા પૃથ્વીરાજસિંહ પરમાર, ધર્મેન્દ્રસિંહ વી.રાણા (પિન્ટુભાઇ), વનરાજસિંહ રાણા, સાયલાના અજયસિંહ ઝાલા, દુષ્યંતસિંહ ઝાલા, ચંદ્રેશભાઇ પટેલ, યુવરાજસિંહ ઝાલા તથા ગોંડલના ગણેશભાઇ, આયાના યશપાલસિંહ ઝાલા, રીબડાના રાજદીપસિંહ, જે. પી. રાણા સહિતના આગેવાનો ખાસ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં કલાકારો ઉપર 50 લાખથી વધુની રકમનો અને ડોલરનો વરસાદ થયો હતો. જેનો વિડીયો પણ સામે બહાર આવ્યો છે. આ તમામ રકમ મંદિરના લાભાર્થે વાપરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…