ધરતીપુત્રોની ચિંતામાં વધારો- શિયાળા વચ્ચે આગામી ત્રણ દિવસ ગુજરાતના આ વિસ્તારોમાં ભારે પવન સાથે પડશે વરસાદ

185
Published on: 10:44 am, Wed, 1 December 21

આજરોજ વહેલી સવારે મેઘરાજાએ ગુજરાતના ઘણા વિસ્તારોમાં દસ્તક દીધી છે. ચોમાસુ ગયાને કેટલાય અઠવાડિયાં વીતી ગયા છે, તેમ છતાં હાલ ગુજરાતના કેટલાય વિસ્તારોમાં કમોસમી વરસાદ શરૂ થઈ ગયો છે. ગુજરાતના મોટાભાગના શહેરો પૈકી રાજકોટમાં પણ મેઘરાજાનું સંકટ યથાવત છે. હવામાન વિભાગે ખેડૂતો માટે પાક માર્ગદર્શિકા પણ જાહેર કરી છે. સાથોસાથ માછીમારોને હાલના દિવસોમાં દરિયો નહીં ખેડવા બાબતે જણાવ્યું છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, આવનારા બે થી ત્રણ દિવસ સુધી હજુ પણ ગુજરાતના ઘણા શહેરોમાં કમોસમી વરસાદની રમઝટ રહેશે. સાથોસાથ માહિતી આપતા જણાવ્યું છે કે, સુરત ભાવનગર અમરેલી ડાંગ નવસારી વલસાડ સહિત તાપી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે. માત્ર વરસાદ જ નહીં પરંતુ આ જિલ્લાઓમાં ૪૦થી ૬૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાય શકે છે.

સાયક્લોનિક સરક્યુલેશન ની અસર ના કારણે હાલ ગુજરાતમાં ચોમાસા જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. આજે વહેલી સવારથી જ ગુજરાતના ઘણા વિસ્તારોમાં રાજવીર સાથે વરસાદ વરસ્યો હતો અને આવનારા દિવસોમાં પણ ભારે વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. પાકી માહિતી આપતા, હવામાન વિભાગે જણાવ્યું છે કે 1 ડિસેમ્બરથી 3 ડિસેમ્બર સુધી રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવશે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે અમદાવાદ આણંદ ખેડા પંચમહાલ દાહોદ સુરેન્દ્રનગર રાજકોટ પોરબંદર જુનાગઢ અમરેલી ગીર સોમનાથ ભાવનગર સહિત બોટાદ જિલ્લામાં હળવો વરસાદ વરસી શકે છે. સાથોસાથ સુરત ડાંગ નવસારી દાદરા નગર હવેલી બનાસકાંઠા સાબરકાંઠા આણંદ વડોદરા નર્મદા ભરૂચ તાપી છોટાઉદેપુર દાદરા નગર હવેલી દમણ અમરેલી સહિત ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.

તારીખ બે થી ત્રણ ની વાત કરીએ તો, બનાસકાંઠા સાબરકાંઠા પંચમહાલ મહીસાગર અરવલ્લી છોટા ઉદયપુર નર્મદામાં ભારે પવનની સાથે વરસાદ પડી શકે છે. આ સાથોસાથ રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ વરસાદ નું વાતાવરણ રહેશે તેવું હવામાન વિભાગનું જણાવવું છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…