
ગુજરાતના માથે માવઠાનું સંકટ હજુ પણ યથાવત છે. રાજ્યમાં છેલ્લા બે-ત્રણ દિવસથી વરસાદે વિરામ લીધો હોય તેવું લાગી રહ્યું હતું, ત્યારે આ વચ્ચે હવામાન વિભાગે એક નવી આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી અનુસાર તારીખ 29, 30 અને 31 માર્ચે કમોસમી વરસાદ વરસશે. કમોસમી વરસાદની આ આગાહી ધરતી પુત્રો પર આફત આવી પડી છે. સ્થાનિક હવામાન વિભાગની આગાહી અનુસાર આવવનારા ત્રણ દિવસોમાં ફરી માવઠું પડી શકે છે.
હાલ રાજ્યમાં હવામાન સૂકું થયું હોઈ તેવું લાગી રહ્યું છે, અત્યારે ત્યારે વરસાદ પડ્યાના કોઈ અહેવાલ નથી. અમદાવાદમાં બે-ત્રણ દિવસથી આકાશ સ્વચ્છ થયું છે અને સૂર્યનારાયણ દેવને વાદળાઓ નડતાં નથી. શહેરમાં ગઈકાલે 18.6 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું, આ તાપમાન સામાન્ય તાપમાનથીત્રણ ડિગ્રી જેટલું ઓછું હતું, એના આગલે દિવસે 34.5 ડિગ્રી સેલ્સિયસ મહતમ તાપમાન નોંધાયું હતું.
ત્યારે આ વચ્ચે સ્થાનિક હવામાન વિભાગે એક નવી આગાહી કરી છે. આગાહી અનુસાર આવતીકાલથી ફરી ભારે પવન સાથે ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે. આવતીકાલને તારીખ 29 માર્ચે રાજ્યના જામનગર, કચ્છ, દ્વારકા, પાટણ, બનાસકાંઠા, મોરબી અને રાજકોટમાં વરસાદ પડી શકે તેવી સંભાવના છે.
ત્યારે 30 માર્ચે ગાંધીનગર, અમદાવાદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, જામનગર, બનાસકાંઠા, પોરબંદર, મોરબી, રાજકોટ, દ્વારકા અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં છે. ત્યારે 31 માર્ચે ગીર સોમનાથ, સુરત, ભરૂચ, અમરેલી અને ભાવનગરમાં વરસાદની સંભાવના કરવામાં આવી છે.
જો વાત અમદાવાદની કરવામાં આવે તો અમદાવાદમાં ત્રણ દિવસ આકાશ સ્વચ્છ રહેશે, ત્યારે ગુરુવારે તે અંશતઃ વાદળછાયું બનશે, ત્યારબાદ તારીખ 31 માર્ચને શુક્રવારે આકાશમાં વાદળાઓ છવાઈ જશે. હવામાન વિભાગ દ્વારા તે દિવસે શહેરમાં વરસાદ પડવાની કોઈ આગાહી કરવામાં આવી નથી.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…