પીવી સિંધુએ રચ્યો ઈતિહાસ! સિંગાપોર ઓપનમાં ચીનની બેડમિન્ટન ખેલાડીને હરાવી જીત્યો ખિતાબ

163
Published on: 1:13 pm, Sun, 17 July 22

ભારતની બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ સિંગાપોર ઓપન 2022માં ટાઈટલ જીતી લીધું છે. સિંધુ, બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુએ ફાઇનલમાં ચીનની વાંગ જી યીને 21-9, 11-21, 21-15થી હરાવ્યું હતું.

અગાઉ, વિશ્વની નંબર-7 બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ સેમિફાઇનલમાં જાપાનની બિનક્રમાંકિત સાઇના કાવાકામીને સીધી ગેમમાં હરાવી હતી. સિંધુએ આસાનીથી 21-15, 21-7ના અંતરથી સેમિફાઇનલ જીતી લીધી હતી. જાપાની સ્ટાર કાવાકામી એક વખત પણ સિંધુ પર ભારે પડી ન હતી.

સિંધુ અને વાંગ વચ્ચે રોમાંચક મેચ
સિંધુ માટે વિશ્વમાં નંબર 11 ક્રમાંકિત વાંગ જી યીને હરાવવું સરળ નહોતું. ત્રણ ગેમ સુધી ચાલેલી મેચમાં સિંધુએ જીત સાથે શરૂઆત કરી હતી. તેણે પ્રથમ ગેમમાં ચીનના ખેલાડી વાંગને 21-9થી હરાવ્યો હતો. ત્યારબાદ વાંગે પુનરાગમન કર્યું અને બીજી ગેમ 21-11થી જીતીને મેચ બરાબરી કરી લીધી.

સ્વિસ ઓપન પછી જીતી બીજી ટુર્નામેન્ટ 
અહીંથી ત્રીજી ગેમ શરૂ થઈ જે ઘણી રોમાંચક રહી. શરૂઆતના 8-10 પોઈન્ટ સુધી બંને ખેલાડીઓ વચ્ચે બરાબરીનો જંગ રહ્યો હતો. પરંતુ પીવી સિંધુએ ધીમે-ધીમે મેચમાં પકડ જમાવી લીધી અને ત્રીજી ગેમ 21-15ના માર્જિનથી જીતીને ટાઈટલ જીતી લીધું.

પીવી સિંધુ સતત શાનદાર ફોર્મમાં જોવા મળી રહી છે. તેણે આ વર્ષે માર્ચમાં યોજાયેલી સ્વિસ ઓપન બાદ પ્રથમ વખત કોઈ ટુર્નામેન્ટની ફાઇનલમાં જગ્યા બનાવી છે. સિંધુએ સ્વિસ ટાઈટલ પર કબજો કર્યો હતો. તેણે સ્વિસ ઓપન સુપર 300 બેડમિન્ટન ટૂર્નામેન્ટની ફાઇનલમાં થાઇલેન્ડની બુસાનન ઓંગબામરુંગફાનને 21-16, 21-8થી હરાવ્યું. હવે તેણે સિંગાપોર ઓપન પણ જીતી લીધી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…