અમેરિકાથી પરત આવીને આ યુવકે ઝંપલાવ્યું ખેતીમાં- હાલમાં કુદરતી ખેતી કરીને વર્ષે કરે છે લાખોની કમાણી

509
Published on: 10:38 am, Sun, 30 January 22

આજકાલ મોટાભાગના લોકોનું સ્વપ્ન અમેરિકા, ઓસ્ટ્રેલિયા કે કેનેડા જેવા દેશોમાં કોઈને કોઈ રીતે સ્થાયી થવાનું હોય છે. પરંતુ આજે અમે તમને એક એવા વ્યક્તિની વાર્તા કહેવા જઈ રહ્યા છીએ જેણે અમેરિકા છોડીને ભારતમાં રહેવાનું પસંદ કર્યું હતું. આ યુવક હાલ માત્ર થોડા જ એકરમાં ખેતી કરીને સારો નફો કમાઈ રહ્યો છે. આ યુવક પંજાબના મોગા જિલ્લાના લોહારા ગામનો રહેવાસી છે જેનું નામ રાજવિંદર સિંહ ધાલીવાલની છે. રાજવિંદર હાલમાં પોતાની 8 એકર જમીનમાં શેરડી, બટાકા, હળદર, સરસવ જેવા પાકો કુદરતી રીતે જ ઉગાડે છે એટલું જ નહીં, પણ આ પાકોની પ્રક્રિયા કરીને ગોળ, ખાંડ અને હળદર પાવડર પણ બનાવે છે.

કઈ રીતે પ્રેરણા મળી?
44 વર્ષીય રાજવિંદરનું કહેવું છે કે તે પાંચ વર્ષ સુધી યુએસમાં રહ્યો છે. ત્યાં ટ્રક ચલાવવાથી લઈને હોટેલ લાઈનમાં તેને કામ કર્યું છે. પરંતુ તેને ધીરે ધીરે એવું લાગવા માંડ્યું કે હવે મારા ગામ અને દેશ કરતાં જીવનમાં બીજું કશું જ મહત્વનું નથી. તેથી 2012માં યુએસ છોડીને તે ભારત આવ્યા હતા. ભારત પરત ફર્યા બાદ મેં હોટેલ બિઝનેસ શરૂ કર્યો હતો. પરંતુ મારી ઈચ્છા ખેતી કરવાની હતી અને મેં નજીકના ‘કિસાન વિરાસત મિશન’ નામની એનજીઓ પાસેથી ખેતી સંબંધિત માહિતી મેળવવાનું શરૂ કર્યું. આ ઉપરાંત, સોશિયલ મીડિયા દ્વારા ઘણા ખેડૂત મિત્રોને મળ્યા અને 2017 માં તેમની 6 એકર જમીન પર સંપૂર્ણપણે કુદરતી ખેતી શરૂ કરી હતી.

શેરડીથી શરૂઆત કરી હતી:
રાજવિંદરનું કહેવું છે કે તેની પાસે આઠ એકર જમીન છે. અગાઉ અહીં ખેતી કરતા લોકો કેમિકલનો ઉપયોગ કરતા હતા. માર્ચમાં ખેતર ખાલી થઈ ગયા પછી, ઓગસ્ટ સુધી અમે માત્ર લીલું ખાતર નાખ્યું અને કોઈ પાક રોપ્યો નહીં. જેથી આપણું ખેતર કુદરતી ખેતી માટે તૈયાર થઈ શકે. ત્યાર પછી સપ્ટેમ્બર 2017માં અમે તેમાં શેરડીનું વાવેતર કર્યું. આજે તેઓ અમે લગભગ પાંચ એકરમાં શેરડીની ખેતી કરીએ છીએ અને ખેતરોની સીમાઓમાં 3,000 થી વધુ ફળના વૃક્ષો વાવ્યા છે.

અનેક પ્રકારના ગોળ:
રાજવિંદરનું કહેવું છે કે તે શેરડી વેચતા નથી, પરંતુ તે શેરડી માંથી તે ખાંડ અને ગોળ જાતે બનાવે છે. તેનાથી અમને વધુ ફાયદો થાય છે. ચામાં વપરાતો સાદો ગોળ બનાવવા ઉપરાંત અમે હળદર, વરિયાળી, તુલસી, ડ્રાયફ્રુટ્સ વગેરેને મિક્સ કરીને અનેક પ્રકારના મસાલા ગોળ પણ બનાવીએ છીએ. તે પોતાનો સાદો ગોળ 110 રૂપિયા પ્રતિ કિલો વેચે છે, જ્યારે મસાલા ગોળ 170 થી 350 રૂપિયા પ્રતિ કિલો વેચે છે. તેમજ “આજે શેરડીનો સરકારી દર 360 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે. પરંતુ એક ક્વિન્ટલ શેરડીમાંથી 10 કિલો ગોળ સરળતાથી બની જાય છે. જો આપણે અમારો ગોળ ઓછામાં ઓછો રૂ. 110 પ્રતિ કિલોના ભાવે વેચીએ તો પણ કમાણીમાં ત્રણ ગણો તફાવત છે.

ખેતી કરવાની રીત:
શેરડી ઉપરાંત રાજવિંદર બટાટા, હળદર, સરસવ, ડુંગળી અને અન્ય શાકભાજીની પણ ખેતી કરે છે. તેમજ તે તમામ ખેતી ટપક ચિંચાઈ પદ્ધતિ દદ્વારા કરે છે જેના કારણે તેને ખૂબ જ ઓછા પાણીની જરૂર પડે છે. કૃષિ કચરો ઉપરાંત, હું ખાતર તરીકે ગાયના છાણનો ઉપયોગ કરું છું. અમારે પહેલા અન્ય લોકો પાસેથી ગાયનું છાણ ખરીદવું પડતું હતું. પરંતુ, મેં ગયા વર્ષથી પશુપાલન શરૂ કર્યું છે, જેનાથી મને દર વર્ષે ઓછામાં ઓછા 20 હજાર રૂપિયાની બચત માત્ર ગાયના છાણ માટે થશે અને દૂધમાંથી પણ કમાણી થશે. ખેતરમાં ફળના ઝાડ વાવવા વિશે રાજવિંદર કહે છે, “અમે અમારી પ્રોડક્ટ વેચવા માટે મંડીમાં નથી જતા. અમે મોટા પાયે ફળોના વૃક્ષો વાવ્યા નથી. અમે તેના ફળો સરળતાથી વેચી શકીએ તેટલા રોપા વાવ્યા છે અને આ માટે કોઈના પર નિર્ભર રહેવું પડતું નથી.”

તેનું માર્કેટિંગ કઈ રીતે કરવું:
રાજવિંદરનું કહેવું છે કે “હું મારા ઉત્પાદનોનું માર્કેટિંગ કરવા માટે સોશિયલ મીડિયાનો ઘણો ઉપયોગ કરું છું. પંજાબ ઉપરાંત, અમારી પાસે ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી પણ ગ્રાહકો છે. હું ક્યારેય પણ મારા ઉત્પાદનો જથ્થાબંધ વેચતો નથી. આ ખેતીમાં વચેટિયાઓની શક્યતા ઘટાડે છે અને અમને વધુ નફો આપવામાં મદદ કરે છે. અમારો પ્રયાસ ગ્રાહકોને સીધો વેચાણ કરવાનો છે. વધુમાં રાજવિંદરનું કહેવું છે કે તે તેની ખેતીની પ્રવૃત્તિઓમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવા માંગે છે. એટલા માટે તે તેના સ્થાનિક ગ્રાહકોને પોતાની બેગ લાવવાનું કહે છે. તે નિર્દેશ કરે છે કે પેકિંગ પર ખર્ચ ન કરવાનો ફાયદો અંતે ગ્રાહકોને જ જાય છે. રાજવિંદરનું વાર્ષિક ટર્નઓવર 12 લાખ રૂપિયા છે. તેમજ તેમનું કહેવું છે કે પરંપરાગત ખેતી દ્વારા ખેડૂતો પ્રતિ એકર આશરે 1 લાખ રૂપિયાની કમાણી કરે છે, પરંતુ તેમનો આંકડો 2 લાખ રૂપિયાની આસપાસ છે. જેમ જેમ તેમનું ખેતર સારું થશે તેમ તેમ કમાણી પણ સારી થશે.

રાજવિંદરનું કહેવું છે કે મેં અગાઉ કોઈપણ દિવસ ખેતી કરી ન હતી. પરંતુ હું એક ખેડૂત પરિવારમાંથી છું. તેથી ખેતી મારા લોહીમાં હતી. આજે દુનિયા ઝડપથી બદલાઈ રહી છે અને ખેડૂતો પાસે વધુ સમય નથી. તેથી ખેતી બચાવવા માટે બધાએ સાથે રહેવું પડશે. તેમજ તેનું કહેવું છે કે જો તમે ખેડૂત પરિવારમાંથી છો, તો તમારે ચોક્કસ તમારે ખેતી કરવી જોઈએ. રાજવિંદર તેની ખેતીની તમામ કામગીરી ‘લોહારા ફાર્મ્સ’ની જેમ કરે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…